Tuesday, December 24, 2024
Homeરાજ્યહાલારખંભાળિયાના હર્ષદપુર વિસ્તારમાંથી એલ.ઈ.ડી. લાઈટ સહિતનો મુદ્દામાલ ચોરાયો

ખંભાળિયાના હર્ષદપુર વિસ્તારમાંથી એલ.ઈ.ડી. લાઈટ સહિતનો મુદ્દામાલ ચોરાયો

- Advertisement -

ખંભાળિયા નજીકના હર્ષદપુર વિસ્તારમાંથી થોડા સમય પૂર્વે સોલાર પેનલ તથા એલ.ઈ.ડી. સહિતનો મુદ્દામાલ ચોરી થયાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો હતો. આ પ્રકરણમાં સ્થાનિક પોલીસે તાકીદની કાર્યવાહી કરી, આ જ વિસ્તારમાં રહેતા એક શખ્સને ઝડપી લીધો હતો.

- Advertisement -

ખંભાળિયાથી આશરે પાંચ કિલોમીટર દૂર હર્ષદપુર ગામના હાપીવાડી સીમમાંથી રૂપિયા 60,000 ની કિંમતની અમૃત સરોવર યોજના હેઠળની એલ.ઈ.ડી. લાઇટના ત્રણ સેટ તથા સોલાર પેનલની પ્લેટ અને બેટરી સહિતનો મુદ્દામાલ ચોરી થવા સબબ હર્ષદપુર વિસ્તારમાં રહેતા કરસનભાઈ તેજસીભાઈ માતંગ દ્વારા અહીંના પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

આ પ્રકરણ સંદર્ભે અહીંના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશીના માર્ગદર્શન હેઠળ સ્થાનિક પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં પેટ્રોલિંગ દરમિયાન સર્વેલન્સ સ્ટાફના યોગરાજસિંહ ઝાલા તથા કાનાભાઈ લુણાને મળેલી ચોક્કસ બાતમીના આધારે હાપીવાડી ખાતે રહેતા મિલન હસમુખભાઈ નકુમ નામના 22 વર્ષના શખ્સના રહેણાંક મકાનમાંથી ઉપરોક્ત રૂ. 60,000 ની કિંમતનો ચોરીનો મુદ્દામાલ તેમજ રૂ. 25,000 ના અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂપિયા 85 હજારના મુદ્દામાલ સાથે આરોપીની અટકાયત કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular