Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરજામનગર મિલિટરી સ્ટેશનથી આર્મીના 78 જવાનો રાહત અને બચાવકાર્ય માટે દ્વારકા જવા...

જામનગર મિલિટરી સ્ટેશનથી આર્મીના 78 જવાનો રાહત અને બચાવકાર્ય માટે દ્વારકા જવા રવાના

- Advertisement -

ગુજરાત ઉપર બિપરજોયનું સંકટ વધતાં તંત્ર પણ તેની સામે લડવા માટે સજ્જ બન્યું છે. વાવાઝોડાની અસર ગુજરાત પર થવા લાગી છે. જેના પગલે ભારે પવન ફૂંકાઈ રહ્યા છે. આવી પરિસ્થિતિમાં દરિયા કિનારાના વિસ્તારોમાં વધુ અસર સર્જાશે.

- Advertisement -

ચક્રવાત બિપરજોયની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોની સલામતી અને સુરક્ષા જળવાઈ રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર જામનગર ઉપરાંત સેનાની ત્રણે પાંખો આર્મી, નેવી અને એરફોર્સ પણ મદદે આવી છે. ત્યારે જામનગર મિલિટરી સ્ટેશનમાંથી આર્મીની રેસ્ક્યુ ટિમ આજે રાહત અને બચાવ કાર્ય માટે દ્વારકા જવા માટે રવાના થઇ છે.

આર્મીના 78 જેટલા જવાનો 17 વાહનો મારફતે જામનગરના આર્મી કેમ્પથી દ્વારકા તરફ રવાના થયા છે. તેમજ કલેક્ટર કચેરી જામનગર ખાતે સિવિલ એડમિનિસ્ટ્રેશન અને આર્મી, નેવી અને એરફોર્સના પ્રતિનિધિઓ વચ્ચે પણ બેઠક યોજવામાં હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular