Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરવાવાઝોડાની ઈફેકટ... NDRF તૈનાત - VIDEO

વાવાઝોડાની ઈફેકટ… NDRF તૈનાત – VIDEO

- Advertisement -

બિપોરજોય વાવાઝોડાની આગાહી વચ્ચે જામનગર શહેર-જિલ્લામાં શનિવારે બપોર બાદ તેની અસર જોવા મળી હતી. વાતાવરણાં અચાનક પલ્ટો આવતાં ભારે પવન સાથે તોફાની વરસાદી ઝાપટું પડયું હતું. જેના પરિણામે શહેરમાં કેટલાંક સ્થળોએ હોર્ડિંગ્સ, વૃક્ષો તેમજ સોલારની પેનલો પણ ધરાશાયી થઇ હતી. જેના પરિણામે શહેરના ઘણા ખરા વિસ્તારોમાં વિજળી પણ ગુલ થઇ ગઇ હતી.

- Advertisement -

જામનગર શહેર-જિલ્લામાં બપોરબાદ અચાનક વાતાવરણમાં પલ્ટો આવતાં મિનિવાવાઝોડા પવન સાથે વરસાદી ઝાપટુ આવ્યું હતુ. વરસાદી ઝાપટા અને ભારે પવનને કારણે શહેરમાં ઠેક-ઠેકાણે વૃક્ષો ધરાશાયી થયા હતાં તો બીજીતરફ માર્ગો પર પાણીના ખાબોચિયા પણ ભરાઇ ગયા હતાં. શનિવારે બપોરે 4 વાગ્યા આજુબાજુ ભારે પવન સાથે વરસાદના ઝાપટાથી વાવાઝોડાની અસર જોવા મળી હતી. શહેરમાં પટેલ કોલોની, હવાઇચોક, રતનબાઇની મસ્જિદ સહિતના આઠ જેટલા વિસ્તારોમાં વૃક્ષો અથવા વૃક્ષોની મોટી ડાળીઓ પડી ગઇ હતી. જેના પરિણામે કેટલાંક સ્થળોએ વૃક્ષો નીચે રહેલા વાહનોને પણ નુકસાન પહોંચ્યું હતું. શહેરના રતનબાઇની મસ્જિદ નજીક પણ વૃક્ષ ધરાશાયી થતાં માર્ગ વ્યવહાર ખોરવાયો હતો. આ ઘટનાની જાણ થતાં આ વિસ્તારના કોર્પોરેટર નિલેશભાઇ કગથરા તથા ધીરેનભાઇ મોનાણી પણ દોડી ગયા હતાં અને ફાયર બ્રિગેડના જવાનો સાથે મળી માર્ગ પરથી વૃક્ષ હટાવવામાં મદદ કરી હતી.

- Advertisement -

બીજીતરફ જામનગર શહેરના પવનચક્કી વિસ્તારમાં ભારે પવનના કારણે સોલાર પેનલ પણ ઉડીને નીચે પડતાં અનેક વાહનોમાં નુકસાન પહોંચ્યું હતું. વૃક્ષો વિજપોલ અને વિજવાયરો ઉપર પડતાં કેટલાંક સ્થળોએ વિજ વિક્ષેપ પણ સર્જાયો હતો. જેને પરિણામે પીજીવીસીએલ અને ફાયર બ્રિગેડના જવાનો દોડતાં રહ્યાં હતાં અને વૃક્ષો હટાવવા તેમજ વિજ પ્રવાહ પૂવર્વવત કરવા કાર્યવાહી હાથ ધરી હતી. આમ છતાં શહેરનાં અનેક વિસ્તારોમાં 5 થી 6 કલાક જેટલો સમય વિજ પુરવઠો ખોરવાતાં લોકો અકળાઇ ઉઠયા હતાં. આ ઉપરાંત શહેરમાં કેટલાંક સ્થળોએ હોર્ડિંગ્સ અને ફલાઇ ઓવરબ્રિજની કામગીરીમાં લગાડેલા પતરા પણ જમીન દોસ્ત થયા હતાં. તો બીજીતરફ તંત્ર દ્વારા વાવાઝોડાની સંભાવનાના પગલે કેટલાંક સ્થળોએથી મોટા હોર્ડિંગ્સ હટાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી.

જામનગરમાં વાવાઝોડાની સંભાવનાના પગલે વહીવટી તંત્ર સજ્જ થઈ ગયું છે. આ સાથે એનડીઆરએફની એક ટીમ પણ આજે સવારે જામનગર આવી પહોંચી હતી અને ટીમ દ્વારા બચાવ કામગીરીના વિવિધ સાધનો સજ્જ કરી કામગીરી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular