જામનગર જિલ્લા પોલીસ વડા દ્વારા જામનગરના ત્રણ પોલીસ કર્મચારીઓને બઢતી આપવામાં આવી છે. જેને લઇ પોલીસ કર્મચારીઓમાં આનંદનો માહોલ છવાયો છે. શહેર-જિલ્લાના બે હેડ કોન્સ્ટેબલને એએસઆઇ તથા એક કોન્સ્ટેબલને હેડ કોન્સ. તરીકે બઢતી આપવામાં આવી છે.જામનગર જિલ્લા પોલીસ વડા દ્વારા ગઇકાલે સાંજે જામનગર એસઓજીમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં અનિરુધ્ધસિંહ ભરતસિંહ ઝાલાને એએસઆઇ તરીકે બઢતી આપવામાં આવી છે. આ ઉપરાંત પોલીસ હેડ ક્વાર્ટરના હેડ કોન્સ. હિરેનભાઇ બાબુલાલ વરણવાને પણ એએસઆઇ તરીકે બઢતી આપવામાં આવતાં પોલીસ બેડામાં ખુશીનો માહોલ છવાયો છે. તેમજ મેઘપર પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ. ઝાહીદખાન ઇનાયતખાન પઠાણને હેડ કોન્સ. તરીકે બઢતી આપવામાં આવી છે.