Sunday, September 8, 2024
Homeરાજ્યહાલારખંભાળિયા ટ્રાફિક પોલીસની સેવાનિષ્ઠા

ખંભાળિયા ટ્રાફિક પોલીસની સેવાનિષ્ઠા

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લા ટ્રાફિક વિભાગના પી.એસ.આઈ. એન.ડી. કલોતરા તથા સ્ટાફ દ્વારા જામનગર હાઈવે પર હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન ખંભાળિયાથી આશરે 17 કિલોમીટર દૂર દેવરીયા ગામના પાટીયા પાસે પહોંચતા પોલીસ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ દેવરાભાઈ પંડત, મનીષભાઈ દેવમુરારી તથા ટી.આર.બી.ના જવાન લગધીરસિંહ જાડેજાને આ માર્ગ પર બે બાચકા જોવા મળ્યા હતા.

- Advertisement -

આથી ટ્રાફિક પોલીસે પોતાનું વાહન ઉભું રાખી અને ચેકિંગ કરતા આ બે બાચકામાં આશરે સાડા ત્રણ મણ જેટલું જીરું હોવાનું ધ્યાને આવ્યું હતું. જેથી ટ્રાફિક પોલીસ સ્ટાફ દ્વારા આગળની તપાસમાં આ માર્ગ પરથી જઈ રહેલા એક બોલેરો પીકઅપ વાહન કે જેમાં કેટલાક બાચકા ભરેલા હોય, તેને અટકાવી અને પ્રાથમિક પૂછપરછ કરી હતી. આ વાહન ચાલક દ્વારા બોલેરોના પાછળના ભાગમાં રાખવામાં આવેલા જીરુ ભરેલા બે બાચકા તેમની જાણ બહાર રોડ ઉપર પડી ગયા હોવાનું ખેડૂત અનવરભાઈ હાસમભાઈ ગજ્જન (રહે. નાના માંઢા)એ જણાવ્યું હતું. આના અનુસંધાને તેઓએ આ અંગેની ખરાઈ કરી અને આશરે રૂપિયા 28,000 જેટલી કિંમતના 70 કિલો જીરુ ભરેલા બાચકા ખેડૂતને સોંપતા તેમણે આનંદની લાગણી વ્યક્ત કરી, ટ્રાફિક પોલીસ કર્મીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular