મોરબીમાં રહેતો સતવારા પરિવાર આજે તેના પુત્રની સગાઇ કરવા માટે ખંભાળિયા ગયો હતો અને જ્યાંથી સગાઇ કરી મોરબી તરફ પરત જતા હતા તે દરમ્યાન જામનગર તાલુકાના ખટિયા ગામના પાટિયા નજીક પહોચ્યા ત્યારે તેમની કાર સામેથી આવી રહેલી કાર સાથે ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માતમાં સગપણ થનાર યુવાન અને તેની બહેન સહિતના ચાર લોકોના મોત નીપજ્યા છે.
અરેરાટીજનકના અકસ્માતની વિગત મુજબ મોરબીમાં રહેતો ખાણધર પરિવાર આજે ગુરુવારે તેના પુત્ર ચેતનનું સગપણ કરવા માટે દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળિયા ગામે ગયા હતા જ્યાં ચેતનની સગપણ વિધિનો પ્રસંગ પૂર્ણ કર્યા બાદ પરિવાર મોરબી જવા તેમની કારમાં રવાના થયો હતો પરંતુ ‘ન જાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થશે ?’ કહેવત સાર્થક થતી હોય તે રીતે ખાણધર પરિવારની સ્વીફ્ટ કાર જામનગર તાલુકાના ખટિયા ગામના પાટિયા પાસે પહોચી ત્યારે સામેના રોડ પર પુર ઝડપે આવી રહેલી ફોકસવેગન કાર ડીવાઇડર કુદીને બીજી તરફના રોડ પર આવીને ખાણધર પરિવારની સ્વીફ્ટ કાર સાથે ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત થયો હતો જેમાં સ્વીફ્ટ કારનો બુકડો બોલી ગયો હતો.
આ ગમખ્વાર અકસ્માત થતા લોકો એકઠા થઇ ગયા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરાઈ હતી. જોકે અકસ્માતમાં સગપણ થયેલ ચેતન ખાણધર અને તેમની બહેન મનીષાબેન તથા રીનાબેન ખાણધર તેમજ અન્ય એક વ્યક્તિ સહિતના કુલ ચાર લોકોને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોચતા ઘટનાસ્થળેજ કરુણ મોત નીપજ્યા હતા. ઉપરાંત અકસ્માતમાં ઘવાયેલા અન્ય ત્રણ લોકોને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ દ્વારા જામનગરની હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહોનો કબજો સાંભળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ખાવડી પાસે મોડપર નજીક બે મોટર કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ત્રણ ના મોત
3 થી 4 લોકો ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયા#khabargujarat #jamnagar #khavdi #accident #caraccident pic.twitter.com/C8TPQMCY7b
— Khabar Gujarat (@khabargujarat) May 11, 2023