પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રયાસોથી 2023ને સમગ્ર વિશ્વમાં મિલેટસ્ (જાડું ધાન્ય) વર્ષ તરીકે મનાવવામાં આવી રહ્યું છે. વિશ્વની અન્નની જરૂરિયાત પૂરી કરવા મિલેટસને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે ત્યારે જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામે સગર સમાજ દ્વારા 84 ફૂટના વિશ્વ વિક્રમી બાજરી પ્લાન્ટ વિકસિત કરવામાં આવ્યો છે. આટલા ઉંચા બાજરીના પ્લાન્ટને જોઇને સૌ કોઇ દંગ રહી ગયા છે. ત્યારે હાલારના સાંસદ પૂનમબેન માડમ આ બાજરી પ્લાન્ટની મુલાકાત લઇ ખેડૂતોની મહેનત અને પ્લાન્ટ વિકસિત કરવા પાછળ કરેલાં પરિશ્રમને બિરદાવ્યો હતો.