Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરસફેદ પટ્ટા વગરના સ્પીડબ્રેકરથી અકસ્માતોની વણઝાર - VIDEO

સફેદ પટ્ટા વગરના સ્પીડબ્રેકરથી અકસ્માતોની વણઝાર – VIDEO

બે વાહનચાલકોને સ્પીડબ્રેકરના કારણે અકસ્માત: એક વ્યક્તિ ગંભીર ઘવાતા અમદાવાદની હોસ્પિટલમાં ખસેડાયા

- Advertisement -

જામનગર શહેર આમ તો સૌથી વધુ સ્પીડબ્રેકર ધરાવતું શહેર ગણાય રહ્યું છે. તેમાં પણ શહેરને જોડતા મુખ્ય માર્ગો પર બનાવેલા સ્પીડબ્રેકર કોઇ મુખ્યમંત્રી કે અન્ય કોઇ મહાનુભાવોના આગમન પૂર્વે આ સ્પીડબ્રેકરો રાતોરાત કાઢી નાખવામાં આવે છે. તો અમુક જગ્યાએ રાતોરાત સ્પીડબ્રેકર બનાવી દેવામાં પણ આવે છે. તંત્ર દ્વારા બેદરકારી પૂર્વક કરવામાં આવતી સ્પીડબ્રેકર દૂર કરવા અને બનાવવાની કામગીરીનો ભોગ સૌથી વધુ સામાન્ય પ્રજા બને છે કેમ કે રાતોરાત સ્પીડબ્રેકર બનાવીને મુકી દે છે. તેમાં પણ સફેદ પટ્ટા મારવાનું ભૂલી જાય છે કે જાણી જોઇને મારતા નથી? આવા રાતોરાત બનાવી દીધેલા સ્પીડબ્રેકરને કારણે માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો અકસ્માતનો ભોગ બને છે. તેમાં પણ ખાસ કરીને રાત્રિના સમયે બનાવેલા સ્પીડબ્રેકર કોઇ પ્રજાજનનો ભોગ લઇ લ્યે ત્યાં સુધી તંત્ર તેની કામગીરી ગંભીરતાથી કરતું નથી.

- Advertisement -

શહેરના વાહન વ્યવહારોથી અતિ વ્યસ્ત એવા ખંભાળિયા માર્ગ પર સ્વામિનારાયણ મંદિરના ગેઈટની સામેના રોડ પર સોમવારે રાત્રિના તંત્ર દ્વારા ધંગધડા વગર સફેદ પટ્ટા લગાડયા વગરનું સ્પીડબ્રેકર રાતોરાત બનાવી દેવામાં આવ્યું છે. આ સ્પીડબ્રેકર કયા કારણોસર બનાવ્યું ? તે તો ભગવાન જાણે. પરંતુ, આ સ્પીડબ્રેકરને કારણે આ માર્ગ પરથી રાત્રિના સમયે પસાર થતા વાહનચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. તેમાં પણ અમુક કારચાલકો તો અકસ્માતનો ભોગ બનતા બનતા બચી ગયા છે. કેમ કે રોડ પર સ્પીડબ્રેકર ન હોય અને પસાર થતા વાહનચાલકોને મનમાં એમ જ હોય કે સ્પીડબ્રેકર છે જ નહીં તો બાઈકસવાર કે કારસવાર થોડી સ્પીડમાં ગાડી ચલાવતા હોય છે. અને રાતોરાત ખડકી દીધેલા સ્પીડબ્રેકર વાહનચાલકને નજરે ચડે ત્યાં સુધીમાં તો અકસ્માત થઈ જાય છે. એકાદ બે વાહનચાલક અકસ્માતનો ભોગ બને છે. જેમાં ગત રાત્રિના સમયે આ સ્પીડબે્રકરને કારણે બે થી ત્રણ જેટલા વાહનચાલકોને અકસ્માત થયો હતો. જેમાં એક વાહન અકસ્માતમાં તો બાઈકમાં બેસેલી વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

- Advertisement -

ઉલ્લેખનીય છે કે, પ્રજાને તંત્ર દ્વારા કરવામાં આવતી કામગીરીનો કોઇ વિરોધ નથી હોતો પરંતુ તેની સામે તંત્રએ પોતાની જવાબદારી અને ગંભીરતા સમજીને જે કોઇ કાર્ય કરે તે સંપૂર્ણ કરે અને આ રીતે રાતોરાત માર્ગ પર સફેદ પટ્ટા વગરના સ્પીડબ્રેકર ખડકી દેવાથી વાહનચાલકોને કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેની જવાબદારી કોની ?

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular