Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લામાં જૂગારના ચાર દરોડામાં 16 ખેલંદાઓ ઝડપાયા

જામનગર જિલ્લામાં જૂગારના ચાર દરોડામાં 16 ખેલંદાઓ ઝડપાયા

શહેરમાંથી ઘોડીપાસા રમતા રૂા.15300 ની રોકડ રકમ સાથે ચાર શખ્સ ઝબ્બે : બાબરીયામાંથી તીનપતિ રમતા પાંચ શખ્સ ઝડપાયા

- Advertisement -

જામનગર શહેરના મોટાપીરના ચોકમાં ઘોડીપાસાનો જૂગાર રમતા ચાર શખ્સોને પોલીસે રૂા.15,300 ની રોકડ રકમ અને ઘોડીપાસાના બે નંગ સાથે ઝડપી લીધા હતાં. લાલપુર તાલુકાના બાબરીયા ગામમાંથી જૂગાર રમતા પાંચ શખ્સોને રૂા.10500 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં. જામનગર જિલ્લાના ઝાખર ગામના પાટીયા પાસે સ્ટ્રીટલાઈટના અંજવાળે જૂગાર રમતા ત્રણ શખ્સોને મેઘપર પોલીસે રૂા.5340 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામજોધપુર તાલુકાના સતાપર ગામમાં નદીના સામાકાંઠે વડલાના ઝાડ નીચે તીનપતિનો જૂગાર રમતા ચાર શખ્સોને પોલીસે રૂા.2010 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.
જૂગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો, જામનગર શહેરના મોટાપીરના ચોકમાં જાહેરમાં ઘોડીપાસાનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન હુશેન રજાકઅલી બકાલી, હુશેન જુસબ રુંજા, મજીદ અલીમીયા બુખારી, હારુન ઓસ્માણ ખંભાલિયાવાડા નામના ચાર શખ્સોને રૂા. 15300 ની રોકડ રકમ અને ઘોડીપાસાના બે નંગ સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાી હાથ ધરી હતી. બીજો દરોડો, લાલપુર તાલુકાના બાબરીયા ગામમાં દરગાહ પાસે તીનપતિનો જૂગાર રમતા આમદ ઓસમાણ સમા, ઈકબાલ શેરમામદ સમા, અલ્તાફ ઈસ્માઇલ સમા, હબીબ મામદ સમા સહિતના પાંચ શખ્સોને લાલપુર પોલીસે રેઈડ દરમિયાન રૂા.10500 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

ત્રીજો જામનગર જિલ્લાના ઝાખર ગામના પાટીયા પાસે સ્ટ્રીટલાઈટના અંજવાળે જૂગાર રમતા સંદિપ હંબેરાવ બોગાળે, શિવપ્રસાદ રામકૃપાલ મોરીયા, અને ગજાનંદ નારાયણ ખરાટે નામના ત્રણ શખ્સોને રૂા.5340 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતા. ચોથો દરોડો, જામજોધપુર તાલુકાના સતાપર ગામમાં નદીના સામાકાંઠે વડલાના ઝાડ નીચે બેસી તીનપતિનો જૂગાર રમતા ગોપાલ પોપટ ચૌહાણ, ભાવેશ વશરામ સુરેલા, ગોગન કચરા કુડેચા, જયદીપ જાદવ ડાભી નામના ચાર શખ્સોને જામજોધપુર પોલીસે રેઈડ દરમિયાન રૂા.2010 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular