Saturday, December 6, 2025
Homeસમાચારઆંતરરાષ્ટ્રીયવિશ્વમાં મંદી પણ ભારત-ચીનમાં ટનાટન વિકાસ : આઇએમએફ

વિશ્વમાં મંદી પણ ભારત-ચીનમાં ટનાટન વિકાસ : આઇએમએફ

ઇન્ટરનેશનલ મોનેટરી ફંડનો અંદાજ છે કે 2023માં વૈશ્ર્વિક આર્થિક વૃદ્ધિ દર 3 ટકાથી નીચે રહેશે. ફંડના મેનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટાલિના જ્યોર્જિવાએ ગઈકાલે વોશિંગ્ટનમાં જણાવ્યું હતું કે આર્થિક વિકાસ દર આગામી કેટલાંક વર્ષો સુધી નીચો રહેશે. તેમણે કહ્યું કે હાલમાં વિકાસ દર ઐતિહાસિક રીતે નબળો છે અને આગામી ઘણા વર્ષો સુધી આવો જ રહી શકે છે. તેમણે કહ્યું કે આ વૃદ્ધિનો અડધો ભાગ માત્ર ચીન અને ભારતમાંથી આવી રહ્યો છે.

- Advertisement -

ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના જણાવ્યા અનુસાર વિશ્વના 90 ટકા વિકસિત દેશોમાં વિકાસ દર ધીમો પડી રહ્યો છે અને વ્યાજદરમાં વધારાની અસર માંગ પર જોવા મળશે. આગામી મંગળવારે મોનેટરી ફંડ તેની નવી આર્થિક આગાહી જાહેર કરશે. જાન્યુઆરીમાં, તેણે આગાહી કરી હતી કે 2023 માં વૈશ્વિક વૃદ્ધિ દર 2.9 ટકા રહી શકે છે જે ગયા વર્ષ કરતાં લગભગ 0.5 ટકા ઓછો હશે. યુક્રેન યુદ્ધ અને વધતો જતો મોંઘવારી આનું મુખ્ય કારણ હોવાનું કહેવાય છે. 2022માં વૈશ્વિક વિકાસ દર 3.4 ટકા હતો.

મેનેજિંગ ડિરેક્ટર જ્યોર્જિવાએ વધુમાં કહ્યું હતું કે વૈશ્ર્વિક સ્તરે તણાવ વધી રહ્યો છે અને ફુગાવો પહેલેથી જ ઊંચા દરે છે, અર્થતંત્ર હજુ પુનરાગમનની દૃષ્ટિએ નથી. તેમણે વિવિધ કેન્દ્રીય બેંકો દ્વારા અપનાવવામાં આવેલી ચુસ્ત નાણાકીય નીતિની પ્રશંસા કરતા કહ્યું કે ફુગાવા સામે લડવા માટે આ નીતી ચાલુ રાખવી જોઈએ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular