Wednesday, December 25, 2024
Homeરાષ્ટ્રીયરિપેરીંગ બાદ મંજૂરી વગર જ દોડાવવામાં આવે છે વેગનો

રિપેરીંગ બાદ મંજૂરી વગર જ દોડાવવામાં આવે છે વેગનો

રેલવે સુરક્ષા સાથે સમાધાન, રિપોર્ટમાં ઝોનલ રેલવેની ચોંકાવનારી બેદરકારી : 3.3 લાખ વેગનો મંજૂરી વિના પાસ

- Advertisement -

ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક (કેગ) એ જણાવ્યું છે કે, રેલવે સુરક્ષા સાથે સમાધાન કરીને માલગાડી દોડાવી રહ્યું છે. તુટી ગયેલા ડબા (વેગનો)નું રિપેરીંગ કરીને ચલાવ્યા પહેલા ઝોનલ રેલવેએ મંજુરી નહોતી લીધી, આ સીધી રીતે રેલ સુરક્ષા સાથે મજાક છે. કેગે મંગળવારે સંસદમાં રજૂ કરેલ પોતાના રિપોર્ટમાં જણાવ્યું હતું કે 3.3 લાખથી વધુ વેગનો વર્કશોપમાં અને ટર્મિનલ યાર્ડમાં રીપેરીંગ બાદ મંજુરી વિના પાસ કરી દીધા હતા. આ રેલ સુરક્ષા સાથે સમાધાન છે. કેગે જણાવ્યું હતું કે, વર્ષ 2016-17થી 2020-21 સુધી રેલવેએ આંકડા અનુસાર માલગાડીઓના પરિચાલન દરમિયાન ‘લોડીંગ અનલોડીંગ’ના સ્થળો પર જરૂરતથી વધુ રોકાણના કારણે તેમની સરેરાશ ગતિ અડધી રહી ગઈ છે. હાલમાં માલગાડીઓની સરેરાશ ગતિ 25થી30 કિલોમીટર છે, જે ઘટીને 13થી15 કિલોમીટર દર કલાક રહી ગઈ છે. આ કારણે માલગાડીએ નિશ્ચિત સ્થળ પર મોડી પહોંચી હતી. જેનાથી રેલવેને આવકનું નુકસાન ઉઠાવવું પડયું હતું. કેગે રેલવે બોર્ડ અને ઝોનલ રેલવે વચ્ચે સાંમજસ્ય નહીં હોવાના કારણે ભારતીય રેલવેમાં વેગનોની ખરીદી અને ઉપયોગીતા પર પ્રશ્ર્ન ચિહન લાગ્યું છે. કેગના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ઝોનલ રેલવેએ વેગનોની આવશ્યકતાના આકલનમાં ભાગ નહોતો લીધો. રેલવેએ વેગનોના અધિગ્રહણ માટે રેલવે બોર્ડને પ્રસ્તાવ પણ નથી મોકલ્યા. ઝોનલ રેલવે પાસેથી પ્રસ્તાવ નહીં મળવાના કારણે રેલવે બોર્ડ વેગનોની આવશ્યકતાને બદલતું રહ્યું. આ વેગનોની ફાળવણી અને માંગ વચ્ચે મોટું અંતર રહ્યું અને વેગનોનો પુરવઠો પુરો પાડવામાં મોડું થયું. અનેક વેગન નિર્માતાઓએ કોન્ટ્રાકટ રદ કરી નાખ્યા. જેની રેલવેની આવક પર પ્રતિકુળ અસર પડી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular