Tuesday, December 24, 2024
Homeરાજ્યગુજરાતશિક્ષકોને નથી કરવા પેપર ચેક ! કરે છે બહાના બાજી

શિક્ષકોને નથી કરવા પેપર ચેક ! કરે છે બહાના બાજી

રાજ્યના 1500થી વધુ શિક્ષકો પેપર ચકાસણીમાંથી મુક્તિ આપવા કરી અરજી

- Advertisement -

રાજ્યમાં પહેલી એપ્રિલથી ધોરણ 10, 12 બોર્ડની પરીક્ષાનાં પેપર ચકાસણીનો કાર્યક્રમ શરૂ થશે. આ વર્ષે રાજ્યના 1500થી વધારે શિક્ષકોએ બોર્ડનાં પેપરની ચકાસણી કામગીરીમાંથી મુક્તિ આપવાની અરજી કરી હતી, જેમાં મોટા ભાગના શિક્ષકોએ સ્વાસ્થ્ય સંબંધિત કારણો રજૂ કરી પપેર ચકાસણી કાર્યક્રમમાંથી મુક્તિ આપવા અરજી કરી હતી. અંદાજે 15થી 20 ટકા શિક્ષકોને તેમની અરજી અને કારણો સંબંધિત દસ્તાવેજોને આધારે પેપર ચકાસણીમાંથી મુક્તિ અપાઈ છે.

- Advertisement -

શિક્ષકોનાં મુખ્ય કારણ હતાં કે, ‘હું બીમાર છું, મારા સસરા બીમાર છે, ઘરની એક વ્યક્તિ બીમાર છે, નાનું બાળક છે, બીમારીમાંથી હજુ હમણાં જ સાજો થયો છું એટલે લાંબો સમય બેસી શકું તેવી સ્થિતિમાં નથી. એક શિક્ષકે ઓપરેશન કરાવ્યું હોવાથી પેપર ચકાસણીમાં નહીં જોડાઈ શકું તેવી અરજી કરી છે.

બોર્ડે શિક્ષકોએ આપેલાં કારણો સંબંધિત દસ્તાવેજોની પણ ચકાસણી કરી હતી, જેમાં યોગ્ય જણાય તે શિક્ષકોને મુક્તિ આપી છે, પરંતુ આ પહેલાંનાં વર્ષોમાં પેપર તપાસનો આદેશ થયો હોવા છતાં પણ ખાનગી સ્કૂલોના ઘણા શિક્ષકો પરીક્ષાનાં પેપર જોવાની કામગીરીથી દૂર રહેતા હતા, જેઓને સામાન્ય દંડ કરાતો હતો, પરંતુ કોઈ શિક્ષાત્મક પગલાં લેવાતાં ન હતાં. આથી સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોના શિક્ષકોમાં જ વિરોધ જોવા મળતો હતો પરંતુ આ વર્ષે ખાનગી સ્કૂલોના શિક્ષકો વધારે સંખ્યામાં પેપર ચકાસણી કાર્યક્રમમાં જોડાય તે માટે નવો પ્રયોગ કર્યો છે. બોર્ડે પહેલી વાર શિક્ષકોનાં પેપર ચકાસણીના ઓર્ડર સ્કૂલને જ ઓનલાઇન મોકલ્યા છે. આથી સ્કૂલ સંચાલકોએ

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular