Monday, December 30, 2024
Homeરાજ્યગુજરાતજામનગર સહિત સૌરાષ્ટ્રની 8 બેઠકોમાં 92 ઉમેદવાર

જામનગર સહિત સૌરાષ્ટ્રની 8 બેઠકોમાં 92 ઉમેદવાર

- Advertisement -

જામનગર સહિત સૌરાષ્ટ્રની 8 બેઠકો પર ગઇકાલે ફોર્મ પરત ખેંચવાનો દિવસ પૂર્ણ થયા બાદ અંતિમ સ્થિતિ મુજબ કુલ 92 ઉમેદવારો મેદાનમાં રહ્યાં છે જેમાં જામનગરમાં 7 ઉમેદવારોએ તેમના ઉમેદવારી પત્રો પરત ખેંચતા હવે 14 ઉમેદવારો વચ્ચે લોકસભાની ચૂંટણી યોજાશે.

- Advertisement -

જામનગર લોકસભા બેઠક માટે ગઇકાલે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે 7 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા હવે 14 ઉમેદવારો ચૂંટણી લડશે. જામનગર લોકસભા બેઠક માટે કુલ 21 ફોર્મ માન્ય રહયા હતા. જેમાંથી ગઇકાલે 6 અપક્ષ સહિત કુલ 7 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતાં હવે 14 ઉમેદવારો વચ્ચે ચૂંટણી લડાશે. આ પૈકી અપક્ષ ઉમેદવારોને ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી પ્રતિકો પણ ફાળવી દેવામાં આવ્યા છે.

આગામી 7 મે ના રોજ જામનગર લોકસભા બેઠક માટે મતદાન યોજાનાર છે. જેમાં 14 ઉમેદવારો ચૂંટણી જંગમાં રહયા છે. 12-જામનગર લોકસભા બેઠક માટે કુલ 21 ફોર્મ માન્ય રહ્યા હતા ત્યારે 22 એપ્રિલ ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ હતી. ભારતીય સમતા સમાજ પાર્ટીના એક ઉમેદવાર રઘુવીરસિંહ અનોપસિંહ ગોહિલ અને અપક્ષના 6 ઉમેદવારો જેમાં જયરાજસિંહ કિરીટસિંહ ગોહિલ, પત્રકાર રામકૃષ્ણ નભેશંકર રાજ્યગુરૂ, ખોડાભાઈ જીવરાજભાઈ નકુમ, કલ્પેશભાઈ વિનોદરાય આશાણી, કરશનભાઈ જેશાભાઈ નાગશ, બાબુભાઈ જેઠાભાઈ ગોહિલ એમ કુલ 7 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેતા જામનગર 12- લોકસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, બહુજન સમાજ પાર્ટી, વીરો કે વીર ઇન્ડિયન પાર્ટી, રાષ્ટ્રીય મહાસ્વરાજ ભૂમી પાર્ટીના તેમજ અપક્ષના 9 ઉમેદવારો મળી કુલ 14 ઉમેદવારો 12-જામનગર લોકસભા બેઠક ઉપર ચૂંટણી લડશે.

- Advertisement -

સોમવારે ઉમેદવારી પત્રક પરત ખેંચવાના અંતિમ દિવસે સાંજે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયું છે. સૌરાષ્ટ્ર કચ્છની 8 બેઠકો માટે હવે 92 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે ગત ચૂંટણીમાં 130 સામે આ વર્ષે 38 ઓછા એટલેકે 92 ઉમેદવારો ચૂંટણી લડશે.

છેલ્લી સ્થિતિ મૂજબ કોંગ્રેસના 7, ભાજપના 8, આમ આદમી પાર્ટીના 1, બસપાના 8 સહિત કૂલ 46 ઉમેદવારો રાજકીય પક્ષના તથા 46 અપક્ષ ઉમેદવારો હવે મેદાનમાં રહ્યા છે. કૂલ 92 ઉમેદવારોમાં માત્ર 6 મહિલા ઉમેદવારો છે.
આઠ બેઠકો ઉપર કૂલ 149 ઉમેદવારોએ નિયત સમયમાં ઉમેદવારી પત્રક રજૂ કર્યા હતા જેમાં 111 ફોર્મ માન્ય રહ્યા હતા અને 27 ફોર્મ રદ થયા હતા. જ્યાં ઉમેદવારી પત્રકમાં ક્ષતિઓ સામે ફરિયાદ થઈ હતી તે રાજકોટમાં પરસોત્તમ રૂપાલાનું અને અમરેલીમાં જેનીબેન ઠુમ્મરનું ફોર્મ પણ માન્ય રહ્યું હતું.

- Advertisement -

જામનગર લોકસભા બેઠકના ઉમેદવારોની યાદી

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular