ગાંધીનગરમાં ચિલ્ડ્રન ટાઈકવોન્ડો યુનિયન ઓફ ઈન્ડીયા દ્વારા નેશનલ લેવલની ફાઈટ અને યુમસેની ટૂર્નામેન્ટ યોજાઈ હતી. જેમાં પ્રથમવાર ગુજરાતમાં ગાંધીનગર ખાતે ચાર વર્ષથી લઇને 15 વર્ષ સુધીના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં જામનગરના 9 વિદ્યાર્થીઓઓ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતાં.
આ ટૂર્નામેન્ટમાં અમદાવાદ, ગાંધીનગર, પુના, ગોઆ, હૈદરાબાદ, તેલંગણા, દહેરાદુન અને જામનગરની ટીમે ભાગ લીધો હતો. તેમાં જામનગરના ટાઈકવોન્ડો માસ્ટર જયેશ સી. જોશી અને કોચ વિશાલ જોશી તથા અમિતા પરમાર દ્વારા 9 સ્ટુડન્ટસ ને ભાગ લીધો હતો. જેમાં બીજા 450 વિદ્યાર્થીઓ જોડાયા હતાં. જેમાંથી જામનગર ટીમે 2 ગોલ્ડ, 4 સીલ્વર અને 3 બ્રોન્ઝ મેળવ્યા હતાં.
વિજેતા વિદ્યાર્થીઓને વર્લ્ડ એથ્લેટિક લાઇસન્સ આપવામાં આવશે. જેમાં રૂદ્ર કોટલ એ ગોલ્ડ મેળવ્યું, જીયા ચાવડા-ગોલ્ડ, આદિત્ય જોશી સીલ્વર, હેત્વીક તન્ના સિલ્વર, નિહાન ગાંધી સીલ્વર, પરમાર દવે સીલ્વર, તેજસ પાટીલ બ્રોન્ઝ, ભકિત કગથરા બ્રોન્ઝ, ધૈર્યરાજ ઠાકર બ્રોન્ઝ મેળવ્યું હતું.