Wednesday, December 25, 2024
Homeરાજ્યગુજરાતઅરેરાટી...અમદાવાદમાં માતેલા સાંઢ જેવી જગુઆર કારે 9 લોકોને કચડી માર્યા

અરેરાટી…અમદાવાદમાં માતેલા સાંઢ જેવી જગુઆર કારે 9 લોકોને કચડી માર્યા

મોડીરાત્રે ઇસ્કોન બ્રિજ નજીક ભયાનક અકસ્માત: મૃતકોમાં એક કોન્સ્ટેબલ અને એક હોમગાર્ડના જવાનનો પણ સમાવેશ : મુખ્યમંત્રીએ અકસ્માતની ઘટના પર સંવેદના વ્યક્ત કરી

- Advertisement -

અમદાવાદ શહેરમાં મોડી રાત્રે એક ભયાનક અકસ્માત થયો હતો જેમાં 9 લોકોના મોત થયા છે જ્યારે 15થી 20 લોકો ઘાયલ થયા છે. શહેરમાં આ ઘટના ઈસ્કોન બ્રિજ પર બની હતી જ્યા થાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેને જોવા માટે લોકો ભેગા થયા હતા, તે દરમિયા કર્ણાવતી ક્લબ તરફતી પુરપાટ ઝડપે આવતી જગુઆર કારે ત્યા ઉભેલા લોકોને કચડી નાખ્યા હતા. હવે આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે.

- Advertisement -

અમદાવાદમાં આ ઘટના શહેરની અત્યાર સુધીની સૌથી મોટી અકસ્માતની ઘટના કહી શકાય તેમ છે જેમા એક કોન્સ્ટેબલ અને હોમગાર્ડનું પણ મૃત્યુ થયુ છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની વિગત મુજબ ઈસ્કોન બ્રિજ પરથી થાર કાર ડમ્પરની ઘૂસી જતા ગંભીર અકસ્માત થયો હતો જેના પગલે બ્રિજ પર લોકોના ટોળા એક્ઠા થયા હતા. આ અકસ્માતની ઘટનાને પગલે પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. જો કે ગંભીર ઘટના ત્યારબાદ બની જ્યારે કર્ણાવતી ક્લબ તરફથી 160થી વધુની સ્પીડે આવતી જેગુઆર કાર અકસ્માત જોઈ રહેલા ટોળા પર ફરી વળતા 9 લોકોના મોત થયા હતા જ્યારે 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને હોસ્પિટલે પહોંચાડવામાં આવ્યા હતા. હવે આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે જેમા ઘટના કેટલી ભયાનક હતી તે દ્રશ્યો પરથી જ અંદાજો લગાવી શકાય છે. (અનુ. પાના 6 ઉપર)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular