Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લામાં 17 દરોડામાં 6 મહિલા સહિત 87 પત્તા પ્રેમી ઝડપાયા

જામનગર જિલ્લામાં 17 દરોડામાં 6 મહિલા સહિત 87 પત્તા પ્રેમી ઝડપાયા

- Advertisement -

પ્રથમ દરોડો જામનગર શહેર અને જિલ્લામાં જુગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જોડિયા તાલુકાના કોઠારિયા ગામની સીમમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતા સ્થળે સ્થાનિક પોલીસે રેઇડ દરમ્યાન સાજીદ સલીમ શાહમદાર, પ્રભુ સોમા લીંબડ, નીતીન મનસુખ ચૌહાણ, મુસ્તાક હૈદર બુખારી, શબીર ફારૂક બુખારી, રફીક અલારખા બુખારી નામના છ શખ્સોને રૂા.21,820ની રોકડ રકમ અને રૂા.20,500ની કિંમતના પાંચ નંગ મોબાઇલ સહિત કુલ રૂા.42,320ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

બીજા દરોડો જોડિયા તાલુકાના ભીમકટા ગામમાં આવેલા તળાવની પાળ ઉપર જુગાર રમતા બહાદુરસિંહ ઘેલુભા જાડેજા, હરદીપસિંહ ઉર્ફે ગોપાલ ગિલુભા જાડેજા, મમૂ અમરીશ પરમાર, મનસુખ બચુ પરમાર, જુગા બાબુ મકવાણા, રાજેશ ઉર્ફે રાજુ મનુ જંડારિયા, જીજ્ઞેશ ઉર્ફે જીગો પ્રવીણ હેરભા નામના સાત શખ્સોને પોલીસે રૂા.10,720ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

ત્રીજો દરોડો જામનગર તાલુકાના ગંગાજળા ગામની સીમમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમતા રામ હાજા ઓડેદરા, યુવરાજસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા, જયપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, નારૂભા મનુભા ચુડાસમા, દિનેશ ગોપાલ સોલંકી સહિતના પાંચ શખ્સોને પંચે પોલીસે રૂા.11,250ની રોકડ અને ગંજીપન્ના સાથે ઝડપી લીધા હતાં.

- Advertisement -

ચોથો દરોડો લાલપુર તાલુકાના અપીયા ગામમાંથી જુગાર રમતા ધીરજ કાંતિલાલ લાલ, અલારખા ઇસ્માઇલ સરવદી, ગોગન વિરા નંદાણિયા, હમીર આલા નંદાણિયા, પબા ઉકા રાઠોડ અને રણમલ અજા જોગલ નામના છ શખ્સોને લાલપુર પોલીસે રૂા.8,380ની રોકડ સાથે ઝડપી લઇ આગળની તપાસ હાથ ધરી હતી.

પાંચમો દરોડો લાલપુર તાલુકાના ધરમપુર ગામમાંથી જુગાર રમતા ભીમશી દેવશી વાઢિયા, નીતેશ કારા વાઢિયા, લખમણ ભીમા કરમૂર, હેમંત રામદે કરમૂર, રમેશ ડોશા કરમૂર, રાજેશ કાના ચાવડા, કિશન દેસૂર ચાવડા નામના સાત શખ્સોને રૂા.10,090 ની રોકડ સાથે ઝડપી લીધા હતાં.

- Advertisement -

છઠ્ઠો દરોડો જામનગર શહેરમાં ગોવાળની મસ્જિદ પાસે આવેલા બિલ્ડિંગના કમ્પાઉન્ડમાંથી જુગાર રમતા અભય મોહન ભીંડી, નિમેશ ભરત વડેરા, વિમલ સુરેશ વડેરા, ઉદિત અભય ભીંડી, યોગેશ ભરત પુંભડિયા નામના પાંચ શખ્સોને સીટી એ ડિવિઝન પોલીસે રૂા.10,530ની રોકડ અને ગંજીપન્ના સાથે ઝડપી લીધા હતાં.

સાતમો દરોડો ધ્રોલ તાલુકાના જાલિયા દેવાણી ગામમાંથી જુગાર રમતા રામશી ઉર્ફે હકુભા બહાદુરસિંહ જાડેજા, નીરૂભા ઝીલુભા જાડેજા, સુખદેવસિંહ પદુભા જાડેજા, દિગુભા ભૂરૂભા જાડેજા નામના ચાર શખ્સોને ધ્રોલ પોલીસે રેઇડ દરમ્યાન રૂા.21,100ની રોકડ રકમ અને 12,000 ની કિંમતના બે મોબાઇલ મળી કુલ રૂા.33,100ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આઠમો દરોડો ધ્રોલ તાલુકાના દેડકદડ ગામમાંથી જુગાર રમતા ધર્મેન્દ્રસિંહ દેવીસિંહ જાડેજા, લવપાલસિંહ સજનસિંહ ગોહિલ, યુવરાજસિંહ ગંભીરસિંહ જાડેજા નામના ત્રણ શખ્સોને રૂા.5,430ની રોકડ સાથે ઝડપી લીધા હતાં.
નવમો દરોડો કાલાવડ તાલુકાના મોટાવડાળા ગામમાં પાણીના ટાંકા પાસે તીનપતીનો જુગાર રમતા દીપક ઉર્ફે કે.કે. પ્રભુદાસ ગોંડલિયા, બાસિત વલીમામદ મોગલ, આરીફ અકબર કાજી નામના ત્રણ શખ્સોને રૂા.4,460 ની રોકડ અને ગંજીપન્ના સાથે ઝડપી લીધા હતાં તેમજ રેઇડ પૂર્વે વિશાલ રમેશ ચંદ્રપાલ, શકીલ ધોધા મુલતાની નામના નાસી ગયેલા બે શખ્સો સહિત છ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

દસમો દરોડો લાલપુર તાલુકાના સણોસરી ગામમાંથી જુગાર રમતા જયેશ નારણ ચાકરિયા, ઉપેન્દ્રસિંહ કિશોરસિંહ સોઢા, જગદીશ શંભુ ચાકરિયા અને લાલજી મોહન બાંભણિયા નામના ચાર શખ્સોને પોલીસે રૂા.15,080 ની રોકડ અને ગંજીપન્ના સાથે ઝડપી લીધા હતાં.

અગિયારમો દરોડો જામનગર શહેરના શંકર ટેકરી ગણેશવાસમાંથી જુગાર રમતા જગદીશ જીવણ વાઘેલા અને દીપક બાબુ વાઘેલા નામના બે શખ્સોને રૂા.10,700ની રોકડ અને ગંજીપન્ના સાથે સીટી સી ડિવિઝન પોલીસે ઝડપી લીધા હતાં.

બારમો દરોડો કાલાવડ તાલુકાના બામણ ગામથી નપાણિયા ખીજડિયા તરફ જવાના કાચા માર્ગ પરના વાડી વિસ્તારમાં જુગાર રમતા કૌશિક રાઘવ ગીણોયા, લાલજી ગાંડુ મારકણા, અશોક ભીમા ગીણોયા, નાથા રાઘવ ગીણોયા, વિજય બચુ ગીણોયા અને મહેન્દ્ર ગાંડુ ગીણોયા નામના છ શખ્સોને કાલાવડ ગ્રામ્ય પોલીસે રૂા.14,470ની રોકડ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

તેરમો દરોડો જામનગર જિલ્લાના મેઘપરમાંથી જુગાર રમતા આનંદસિંહ ઉર્ફે જયરાજસિંહ વિભાજી જાડેજા, રવિરાજસિંહ મંગળસિંહ જાડેજા, જયદીપસિંહ સતુભા જાડેજા અને પરજીતસિંહ મનુભા પીંગળ નામના ચાર શખ્સોને રૂા.12,060ની રોકડ સાથે ઝડપી લીધા હતાં.

ચૌદમો દરોડો જામજોધપુર નજીક સાતવડ મંદિર જવાના રોડ પરથી તીનપતી રમતા મહેશ મગન કણસાગરા, ભરત જેરામ રાબડિયા, ભરત છગન સંતોકી, ચંદુ ગોવિંદ ખાંટ, રતી માંડા સંતોકી, સંજય ભીખુ ભોળા નામના છ શખ્સોને રૂા.11,700ની રોકડ સાથે ઝડપી લીધા હતાં.

પંદરમો દરોડો જામજોધપુર તાલુકાના ઇશ્ર્વરિયા ગામમાં જુગાર રમતા અમરસિંહ ઉર્ફે સામજી ચના સાગઠિયા અને અશોક અમરા સાગઠિયા તથા છ મહિલા સહિત આઠ શખ્સોને પોલીસે રેઇડ દરમ્યાન રૂા.10,060ની રોકડ અને ગંજીપન્ના સાથે ઝડપી લીધા હતાં.

સોળમો દરોડો જામજોધપુરમાં ચકલા ચોક વિસ્તારમાંથી પોલીસે જેન્તી કાનજી જાવિયા, આશિષ ગોવિંદ સોલંકી, અશ્ર્વિન બાબુ સોલંકી, શૈલેષ ગોવા કારેણા, પ્રફુલ લખમણ સાપરિયા સહિતના પાંચ શખ્સોને જામજોધપુર પોલીસે રેઇડ દરમ્યાન રૂા.11,200ની રોકડ અને ગંજીપન્ના સાથે ઝડપી લીધા હતાં.

સતરમો દરોડો જામનગર તાલુકાના રણજીતસાગર ડેમ પાસે બાવળની ઝાડીમાંથી તીનપતીનો જુગાર રમતા હુસેન મામદ ખફી, અજીત અલી બ્લોચ અને મેરૂ કાના સાડમિયા સહિતના ત્રણ શખ્સોને રૂા.12,130ની રોકડ અને ગંજીપન્ના સાથે ઝડપી લીધા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular