હિન્દુ ધર્મ અને સનાતન સંસ્કૃતિમાં પુજાપાઠ અને વ્રતનું ખૂબ મહત્વ હોય છે. જ્યારે હાલ અધિક માસ ચાલી રહ્યો છે. ત્યારે દરેક શ્રધ્ધાળુઓ ભગવાની ભાવથી આ મહિનામાં પૂજા-પાઠ, દાન કરીને પૂણ્યનું ભાથુ બાંધે છે. ત્યારે જામનગરમાં માધવરાયજીના મંદિરે ભાવિકો માટે 84 બેઠકના દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
છોટીકાશીમાં દરેક ઉત્સવો ખૂબ ઉત્સાહથી ઉજવાય છે. દરેક મંદિરોમાં હાલ પુરૂષોતમ માસ નિમિત્તે ખાસ વિશેષ દર્શન ગોઠવામાં આવે છે.
જામનગરના ખંભાળિયા નાકા બહાર આવેલ માધવરાયજી મંદિર ખાતે અધિક માસમાં આવેલી પ્રથમ અગિયારસના 84 બેઠકજીના વિશેષ દર્શનનો ભકતોએ લાભ લીધો હતો. મંદિરના પુજારીએ આ દર્શનના મહત્વ વિશે વાત કરતા કહ્યું હતું કે, આચાર્ય શ્રી મહાપ્રભુજીએ આખા ભારતમાં 84 જગ્યાઓ પર શ્રીમદ ભાગવત વાંચી હતી. જેથી આ 84 સ્થળો પર બેઠકજીનું મહત્વ છે. આ બેઠકના દર્શન માધવરાયજી મંદિર ખાતે કરાતા ભકતોએ આ દર્શનનો લાભ લીધો હતો.