દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાની બીજી લહેરના કારણે તબાહી ચાલી રહી છે. આ દરમિયાન દિલ્હી સરોજ હોસ્પિટલમાં કોરોના વિસ્ફોટની જાણકારી સામે આવી છે. આ હોસ્પિટલના કુલ 80 ડોક્ટરો કોરોના પોઝિટિવ આવ્યા છે, જ્યારે એક ડોક્ટરનું મોત થયું છે. દિલ્હીની સરોજ હોસ્પિટલમાં અત્યારે તમામ ઓપીડી સેવાઓને બંધ કરી દેવામાં આવી છે. જે કુલ 80 ડોક્ટરો કોરોના પોઝિટિવ આવ્યા છે, તેમાંથી 12 હોસ્પિટલમાં ભરતી છે, જ્યારે બાકી તમામને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે કોરોનાના કારણે હોસ્પિટલના સીનિયર સર્જન ડો. એકે રાવતનું નિધન થઈ ગયું છે. કોરોના સંકટ કાળમાં એક હોસ્પિટલમાં આટલા ડોક્ટરોનું કોવિડ પોઝિટિવ હોવું ચિંતાનો વિષય છે.