છેલ્લા ર4 કલાકમાં જમ્મુ-કાશ્મીરમાં થયેલ વરસાદે ભારે તબાહી મચાવી છે. મકાન તુટવાની અને ભુસ્ખલનની ઘટનાઓમાં આઠ લોકોના મોત થયા છે. અનેક રસ્તાઓ અને પુલ તુટી ગયા છે. જયારે ડઝનેક મકાનો ક્ષતિગ્રસ્ત બન્યા છે. પ્રદેશની મોટા ભાગની નદી-નાળાઓ છલકાયા છે અને ખતરાના નિશાનથી ઉપર વહી રહ્યા છે. તવી નદી સહિતની નદીઓ પણ ઉફાન ઉપર છે. જયારે તવી નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે.
હાલ જમ્મુ શહેરમાં તવી નદીની સપાટી 13 ફુટે પહોંચી છે. જયારે એર્લટ લેવલ 14 ફુટ અને ડેન્જર લેવલ 17 ફુટ છે. કઠુઆ-જમ્મુ હાઇવે પરના તરનાહ પુલનો એક પીલર ભારે વરસાદથી ક્ષતિગ્રસ્ત બન્યો છે. તેવામાં હાલ આ પુલ બંધ કરાયો છે. રાજૌરી, પુંછ, ઉધમપુર, રામબન સહિત અન્ય જમ્મુ સંભાગના જીલ્લાઓમાં પણ વરસાદનો દોર ચાલુ છે. મોસમના બગડવાના કારણે રામબનમાં જમ્મુ-શ્રીનગર હાઇવે બંધ થઇ ગયો છે. જેને ખોલવા તંત્ર દ્વારા કાર્યવાહી કરાઇ છે. અધિકારીઓના રિપોર્ટમાં જણાવ્યું છે કે, કઠુ આ જીલ્લાના બની વિસ્તારમાં ભારે વરસાદ પછી બે ઘર તુટી પડતા એકનું મોત થયેલ. જયારે મૃત્યુઆંક વધવાની શકયતા છે. ભારે વરસાદને કારણે સુરજન મોરહા અરઆડ બ્લોકમાં મુસ્તાક અને અબ્દુલના ઘર તુટી જતા પાંચ લોકો દટાયા હતાં. જેમાંથી અબ્દુલના પુત્ર મોહમ્મદનો મૃતદેહ બહાર કઢાયો છે.