જુગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો રણજીતપર ગામમાં ગોવિંદભાઇ મારકણાની વાડીના સેઢા પાસે જાહેરમાં તીનપતીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઇડ દરમિયાન ગોવિંદ ધરમશી મારકણા, વિશાલ ભીખા ચીખલીયા, ધર્મેન્દ્રસિંહ વનરાજસિંહ જાડેજા, શકિતસિંહ ભુપતસિંહ જાડેજા, ચંદ્રેશ ભાઇલાલ ધમસાણીયા, કુલદીપસિંહ ઇન્દ્રજીતસિંહ જેઠવા, મયંક કનૈયાલાલ મહેતા, કપીલ મનસુખ સોજીત્રા, રમેશ રાઘવજી દુધાગરા, દિલીપ નરશી માલાણી નામના 10 શખ્સોને જુગાર રમતા ઝડપી લઇ રૂા.65650ની રોકડ તથા ગંજીપતા સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો. આ કાર્યવાહી પંચ એ ના પીઆઇ એમ.એન. શેખ, એએસઆઇ નિર્મળસિંહ જાડેજા, હે.કો. જયદિપસિંહ જાડેજા, ચેતનભાઇ ઘાઘરેટીયા, હરદેવસિંહ ઝાલા સહિતના સ્ટાફ દ્વારા કરાઇ હતી.
બીજો દરોડો જામનગરના બેરાજા (પસાયા) ગામના સ્મશાન પાસે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઇડ દરમિયાન રવજી ઉર્ફે રમેશ રાજા સોંદરવા, અલ્પેશ રમેશ મકવાણા, ગોપાલ કાનજી મોલીયા, મહેન્દ્ર પરસોતમ ડોબરીયા, જેરામ નાથા મોલીયા, રવી હરજી ડોબરીયા, ગોવિંદ પાચા કુજડીયા, ગોપાલ પાચા ઠુંગા નામના 8 શખ્સોને જુગાર રમતા ઝડપી લીધા હતાં. અને રૂા.37150ની રોકડ તથા રૂા.28 હજારની કિંમતના પાંચ નંગ મોબાઇલ ફોન સહિત કુલ રૂા.65150નો મુદામાલ કબ્જે કરી જુગારધારા હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો દરોડો કાલાવડ તાલુકાના ખરેડી ગામની સીમમાં નરેન્દ્ર બચુ કાછડીયાની વાડીની બાજુમાં આવેલ વોકળાના કાઠેથી સ્થાનિક પોલીસે રેઇડ દરમિયાન નરેન્દ્ર બચુ કાછડીયા, કિરીટગીરી ચમનગીરી ગોસ્વામી, પ્રકાશ મોહન સોદરવા, પરેશ બાબુ કોઠીયા, સમીર નુરમામદ દલ, વસીમ હારૂન દલ નામના 6 શખ્સોને તીનપતીનો જુગાર રમતા ઝડપી લઇ રૂા.23200ની રોકડ સહિતનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ચોથો દરોડો લાલપુર તાલુકાના પીપરટોડા ગામથી હરીપર જતાં રસ્તા પર સંપ પંપ પાસે જાહેરમાં તીનપતીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે લાલપુર પોલીસે રેઇડ દરમિયાન રવીરાજસિંહ અશોકસિંહ જાડેજા, ઇન્દ્રજીતસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિલ, ગજેન્દ્રસિંહ રઘુભા જાડેજા, ગોવુભા મોબતસિંહ જાડેજા, નરેન્દ્રપરી મનુપરી ગોસાઇ, રાહુલસિંહ પ્રદિપસિંહ વાઘેલા, પરાક્રમસિંહ લખધીરસિંહ જાડેજા, નામના 7 શખ્સોને જુગાર રમતા ઝડપી લઇ રૂા.12070ની રોકડ સહિતનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પાંચમો દરોડો જામજોધપુર તાલુકાના કડવાલ ગામ કડાસીંગ વિસ્તારમાં વોકળાના કાંઠેથી રેઇડ દરમિયાન શેઠવડાળા પોલીસે ભીખા માલદે કાબલીયા, નગેશ કારા કરંગીયા, મયુર ગોવા ચંદ્રાવડીયા, ખીમા માલદે બોદર, નામના ચાર શખ્સોને તીનપતીનો જુગાર રમતા ઝડપી લઇ રૂા.11200ની રોકડ સહિતનો મુદામાલ કબ્જે કરી જુગાર ધારા હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. રેઇડ દરમિયાન રાજુ નાથા બરાઇ નામનો શખ્સ નાશી જતાં તેની શોધખોળ હાથ ધરી હતી.
છઠ્ઠો દરોડો જામજોધપુર તાલુકાના પરડવા ગામે આવેલ ખાણ વિસ્તારમાં દુકાન પાસે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે જામજોધપુર પોલીસે રેઇડ દરમિયાન ગોબર સરમણ પાટડીયા, ભગા હમીર શામળા, પાંચા બીજલ શામળા, અરજણ ખીમા શામળા, કરશન મેરા શામળા, દિનેશ રામભાઇ કાગરીયા, હિંમત કેશુર માલણીયા તથા ઉકા બેચર સોલંકી નામના આઠ શખ્સોને જુગાર રમતા ઝડપી લીધા હતાં અને રૂા.10300ની રોકડ સહિતનો મુદામાલ કબ્જે કરી જુગાર ધારા હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સાતમો દરોડો લાલપુર તાલુકાના હરીપર ગામમાં પેટ્રોલ પંપની પાછળ ભરવાડ પાડા પાસે જાહેરમાં તીનપતીનો જુગાર રમતા મચ્છા ચના વકાતર, રઘુ ઉર્ફે રવી દેવશી મેવાડા, વિપુલ અજા બાંભવા, ખીમા રાજા મેવાડા, બાબુ નાગજી બાંભવા, મેરૂ રૂખડા બાંભવા, તથા હિતેશ પાલા વકાતર નામના સાત શખ્સોને લાલપુર પોલીસે ઝડપી લઇ રૂા.11850ની રોકડ સહિતનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આઠમો દરોડો જામજોધપુર તાલુકામાં સ્મશાન સર્કલ પાસે જાહેરમાં તીનપતીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે જામજોધપુર પોલીસે રેઇડ દરમિયાન સમીર દેવશી ચાંડપા, મનોજ રાજા મકવાણા તથા કેતન વિનોદ પરમાર નામના ત્રણ શખ્સોને જુગાર રમતા ઝડપી લઇ રૂા.2720ની રોકડ સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો. રેઇડ દરમિયાન સલીમ મામદઉમર સમા, જયરાજ મકવાણા, રમેશ વીરા પરમાર તથા હસમુખ બગડા નામના ચાર શખ્સો નાશી જતાં તેની શોધખોળ હાથ ધરાઇ હતી.
નવમો દરોડો જામનગરના રણજીતસાગર રોડ પર કુબેર પાર્ક નજીક જાહેરમાં તીનપતીનો જુગાર રમતા સુનીલ જેન્તીલાલ ભદ્રા, રાજેશ ઉર્ફે રાજા બલી દયાલજી ખાનીયા, નયન રાજેશ ખાનીયા, નિલેશ મહેન્દ્ર ભદ્રા, કિષ્ના ઉર્ફે એકો મહેન્દ્ર ગોરી, મનજી ઉર્ફે મમ્મુ મંગલદાસ કટારમલ નામના 6 શખ્સોને સીટી એ પોલીસે ઝડપી લઇ રૂા.10320ની રોકડ સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો.
દશમો દરોડો જામનગરમાં હર્ષદમીલની ચાલી ગુરૂકૃપા પાનની દુકાન પાસે મોમાઇ ગરબી ચોકમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સીટી એ પોલીસે રેઇડ દરમિયાન સાદીક હુશેન બ્લોચ, હિમાલય નવદિપ ડગલી, નવીન ઉર્ફે કાળુ જેઠા ટીપલાણી, ભરત ખેંગાર પારધી, સચીન ગુલાબ ઠકરાર, પ્રકાશ કરશન કાપડી નામના 6 શખ્સોને જુગાર રમતા ઝડપી લઇ સીટી એ પોલીસે 9250ની રોકડ સહિતનો મુદામાલ કબ્જે કરી જુગારધારા હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
અગ્યારમો દરોડો જામનગરના ઢીચડા ગામે પ્લોટ વિસ્તારમાં રેઇડ દરમિયાન મરીન પોલીસે જયંતીલાલ કરમણ ગડા, ભાવેશ ધીરજલાલ માલદે, શકિતસિંહ વિક્રમસિંહ ઝાલા, તથા રવસુર સોમા માતકા નામના ચાર શખ્સોને તીનપતીનો જુગાર રમતા ઝડપી લઇ રૂા.10750ની રોકડ સહિતનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બારમો દરોડો લાલપુરમાં ચાર થાભલા પાસે દેવીપૂજકવાસ શેરીમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે લાલપુર પોલીસે રેઇડ દરમિયાન રીયાઝ ઓસમાણ ડાલી તથા ત્રણ મહિલાઓને રૂા.4430ની રોકડ સાથે જુગાર રમતા ઝડપી લીધા હતાં અને તેમને નોટીસ અપાઇ હતી.
તેરમો દરોડો જોગવડ ગામ રાણીશીપ વિસ્તારમાં તીનપતીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે મેઘપર પડાણા પોલીસે રેઇડ દરમિયાન અશ્ર્વિન સોમા માતંગ, જગદીશ સોમા માતંગ, દામજી નાથા ધોરીયા, દિનેશ અરજણ શ્રીમાળી, વિપુલ જેઠા પારીયા નામના પાંચ શખ્સોને તીનપતીનો જુગાર રમતા ઝડપી લઇ રૂા.12870ની રોકડ સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો.


