Tuesday, December 24, 2024
Homeરાજ્યઅંજારના મંદીર શિખર પરથી મળી આવ્યો 75 વર્ષ જુનો શીરો !

અંજારના મંદીર શિખર પરથી મળી આવ્યો 75 વર્ષ જુનો શીરો !

- Advertisement -

અંજાર નજીક આવેલા ખેડોઈ ગામના એક મંદિરના શિખર પર 75 વર્ષ પહેલા મુકાયેલો કળશ મળી આવતા લોકો ભગવાનનો ચમત્કાર માની રહ્યા છે. આશ્ચર્યની વાતતો એ છે કે કળશમાંથી 75 વર્ષ પહેલા રાખવામાં આવેલો શીરો મળી આવ્યો છે. અને તેમાંથી તાજી પ્રસાદી બનાવી હોય તેવી સુંગધ અવી રહી હતી અને ભગવાનનો પ્રસાદ સમજી લોકોએ શીરો પ્રસાદી સ્વરૂપે લીધો હતો. હાલ શીરાને એક પાત્રમાં લક્ષ્મીનારાયણ ભગવાનની બન્ને મૂર્તિઓ સન્મુખ રાખવામાં આવી છે.

- Advertisement -

અંજારના ખેડોઇ ગામમાં પટેલવાસમાં આવેલ લક્ષ્મીનારાયણ ચોકમાં 75 વર્ષ જુનું લક્ષ્મીનારાયણનું મંદિર આવેલું છે. જ્યાં બે દિવસ પૂર્વે નવું શિખર બનાવવા માટે જુનું શિખર હટાવવામાં આવી રહ્યું હતું.

આ વેળાએ સફેદ પથ્થર ,કડી ચુનો અને માટી જેવી જુનવાણી સામગ્રી સાથે બંધાયેલા શિખર નીચેની શીલા વચ્ચે રાખવામાં આવેલા એક તાંબાના પાત્ર પર સવંત 2002ની સાલના મહારાવ ખેંગારજીના સમયના લખાણ સાથેનો ચાંદીનો સિક્કો મળી આવ્યો હતો. અને તેમાં મંદિર જે સમયે બનાવવામાં આવ્યું હતું તે સમય લખ્યો હતો આ સાથે ત્યાંથી એક કળશ પણ મળી આવ્યો હતો અને તે કળશ મંદિરની સ્થાપના વખતે રાખવામાં આવ્યો હતો જેમાંથી શીરો પણ મળી આવ્યો હતો. આટલા વર્ષો થયા હોવા છતાં પણ શીરો તાજો બનાવ્યો હોય તેવી સુંગધ આવી રહી હતી અને ભક્તોને આ અંગે જાણ થતાં લોકોના ટોળા એકઠા થયા હતા.

- Advertisement -

ભુજ ફૂડ વિભાગના અધિકારીએ આ અંગે જણાવ્યું હતું કે આટલા વર્ષો સુધી કોઈ ખોરાક ટકી રહેવી અશક્ય છે પરંતુ આ શ્રદ્ધાનો વિષય છે. એટલે અમારે કંઈ કહેવાનું આવતું નથી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular