દ્વારકાના શિવરાજપુર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ અનોખી રીતે ઉજવવામાં આવ્યો હતો. વડાપ્રધાનના 75મા જન્મદિવસે, 75 કિલોગ્રામની કેક કાપવામાં આવી હતી. જેમાં દ્વારકાના દિવ્યાંગ બાળકો મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં.
આ તકે મીઠાપુર ઓખા NGOની મહિલાઓ અને દ્વારકા સંસ્ક્રુત શાળા ના વિદ્યાર્થીઓ અતિથી વિશેષ રહ્યાં હતા. અફસર બિટિયા, વાઈબ્રન્ટ દ્વારકા-જામનનગર અને કોસ્ટલ કનેકટ ટીમ દ્વારા આશીર્વાદ રેસ્ટોરન્ટમાં આ આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં દ્વારકાના દિવ્યાંગ બાળકોએ સુંદર અને મનમોહક કૃતિઓ નૃત્ય અને નાટક રજુ કર્યા હતાં. નરેન્દ્રભાઈના 75મા જન્મ દિવસના ઉપલક્ષમાં ખાસ 75 કિલોની કેક દિવ્યાંગ બાળકો દ્વારા કટિંગ કરાઈ ત્યારે સંસ્કૃત શાળાનાં બાલ બ્રાહ્મણો દ્વારા નરેન્દ્રભાઈ દીર્ઘાયુષ્ય માટે મંત્રોચાર કરવામાં આવ્યાં હતા. આ કાર્યક્રમમાં મીઠાપુર ઓખા NGOની મહિલાઓ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પ્રસંગે જૂનાગઢ વિસ્તારની અનેક શૈક્ષણિક સંસ્થાઓના પ્રણેતા સુરેશભાઈ વેકરિયા, બારાડી વિસ્તારના ઉદ્યોગપતિ દ્વારકાદાસ રાયચુરા (મોટાભાઈ), amazing fun world ના ઓનર જસ્મીનભાઈ પટેલ, વરવાળા આયુર્વેદ હોસ્પિટલના ડો. ડી. પી. મેહતા, મુંબઈના બિલ્ડર કમલેશ તન્ના, દ્વારકાના સમાજસેવી ઈશ્વરભાઈ ઝાખરિયા, શાળાઓના આચાર્યો, શિક્ષકગણ અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમના આયોજક ત્રણ પ્રોજેક્ટની સંયુક્ત ટીમના રાજેશ ગાંધીએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો અને ટુંક સમયમાં દ્વારકા અને જામનગરના સર્વાંગી વિકાસ માટેના મોટા પ્રોજેક્ટ લોંચ કરવાની જાહેરાત કરવાની વાત કરી હતી.


