Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરના 73472 વાહનો સ્ક્રેપમાં જશે, એકાદ મહિનામાં સ્ક્રેપ પોલીસી લાગુ થશે

જામનગરના 73472 વાહનો સ્ક્રેપમાં જશે, એકાદ મહિનામાં સ્ક્રેપ પોલીસી લાગુ થશે

જાણો ગુજરાતની નવી સ્ક્રેપીંગ પોલિસી વિષે

- Advertisement -

ગુજરાતમાં વ્હીકલ સ્ક્રેપ પોલીસી એકાદ મહિનામાં આવનાર છે. આ પોલીસી મુજબ 41 લાખ 20 હજાર 451 વાહનો સ્ક્રેપમાં જશે. ગુજરાતમાં 70 પ્રકારના વાહનોની નોંધણી થાય છે તે મુજબ 2 કરોડ 28 લાખ 64 હજાર 144 વાહનો નોંધાયેલ છે. આ વાહનો પૈકી 15 વર્ષ કે તેથી વધુ સમયથી નોંધાયેલા વાહનોની સંખ્યા 41 લાખ 20 હજાર 451 છે. આ તમામ વાહનો સ્ક્રેપમાં જશે. જે પૈકી જામનગર જીલ્લાના 73472 વાહનો સ્ક્રેપમાં જશે.

- Advertisement -

ગુજરાતમાં એપ્રિલ મહિનાથી વ્હીકલ સ્ક્રેપેજ પોલીસી લાગુ કરવાની યોજના છે જે મુજબ 15 વર્ષથી જુના સરકારી અને કોમર્શીયલ વાહનો અને 20 વર્ષથી જુના પ્રાઈવેટ વાહનો સ્ક્રેપમાં જશે. જે મુજબ જામનગરના 73472 વાહનો સ્ક્રેપમાં જશે. સ્ક્રેપ પોલીસીથી જુના વાહનોની સ્ક્રેપ વેલ્યુ વાહનોના એક્સ શોરૂમની કિંમતના 4 થી 5 ટકા સુધી મળી શકશે. તેમજ વા વાહનોની ખરીદી પર રજિસ્ટેશન ફી માફી કરવામાં આવશે.

વ્હીકલ સ્ક્રેપીંગ પોલિસીની જાહેરાત સમયે ગડકરીએ જણાવ્યું હતું કે, દેશમાં વેલિડ ફિટનેસ ન ધરાવતા હોય તેવા વાહનોની સંખ્યા અંદાજે 1 કરોડ છે. નિયમિત રીતે આ પ્રકારના વાહનોને સ્ક્રેપમાં લઇ જવામાં આવે તો, દેશને જરૂરી એવાં ભંગારની 99 ટકા જરૂરિયાત પૂરી કરી શકાય.આ પોલિસીથી કાચા માલોની પડતર કિંમત  40 ટકા સુધી નીચે લાવી શકાય, વાહનોના પાર્ટસની કિંમત ઘટાડી શકાય અને ઘર આંગણે તથા ગ્લોબલ લેવલે આપણે સ્પર્ધાત્મક વાતાવરણ સર્જવા યોગદાન આપી શકીએ.

- Advertisement -

સ્ક્રેપેજ પોલીસી અંતર્ગત 15 વર્ષથી વધારે સરકારી અને કોમર્શીયલ વાહનોને સ્ક્રેપ કરવાની યોજના છે. 20 વર્ષથી વધારે જુના પ્રાઈવેટ વાહનોને પણ સ્ક્રેપ કરવામાં આવશે. જૂની ગાડીઓના રી-રજીસ્ટ્રેશનથી થી પહેલા ફિટનેસ ટેસ્ટ પાસ કરવાનો રહેશે અને ફિટનેસ સેન્ટર પર જુની ગાડીઓની તાપાસ કરવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular