મહેસાણાની રાધનપુર ચોકડી ખાતે આવેલ બાળ ઓબ્ઝર્વેશન હોમમાં ચોરી, બળાત્કાર અને હત્યાના ગુનામાં રખાયેલા 7 બાળ આરોપીઓએ પોતાના હાથની નસો કાપવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં ઘાયલ થયેલ 7 બાળઆરોપીઓને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બાળકોએ આવું પગલું ભરી લેતા સ્ટાફ દોડતો થયો હતો.
મહેસાણાની રાધનપુર ચોકડી ખાતે આવેલ બાળ ઓબ્ઝર્વેશન હોમમાં 7બાળઆરોપીઓએ હાથથી બારીના કાંચ તોડી નાખ્યા હતા અને કાંચ વડે હઠની નસો કાપવાનો પ્રયાસ કર્યો હતો. તેઓએ આવું પગલું શા માટે ભર્યું તેમ પૂછવમાં આવતા મોટાભાગનાઓએ એવું કહ્યું હતું કે અમને લાગે છે કે અમે અહીંથી ક્યારેય બહાર નહિ નીકળી શકીએ. તો એક બાળઆરોપીએ કહ્યું હતું કે પરિવાર સાથે વાત થઇ શકતી નથી અને બીજાએ કહ્યું હતું કે વ્યસન હોવાથી આવું પગલું ભર્યું હતું.
ઓબ્ઝર્વેશન હોમના સુપ્રીન્ટેન્ડેન્ટે જણાવ્યું હતું કે તેઓએ સ્ટાફ ઉપર ધાક જમાવવા માટે આવું પગલું ભર્યું છે. અને બાળકોને પરિવાર સાથે ફોન પર વાતચિત પણ કરવા દેવામાં આવે છે. અને પરિવારના કોઈ વ્યક્તિ મળવા આવે તો મળવા પણ દેવામાં આવે છે. માટે આબાળકોએ માત્ર પોતાનો આક્રોશ વ્યક્ત કરવા આવું પગલું ભર્યું છે. તેમ જણાવવામાં આવ્યું હતું.