Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામ્યુકો મિલકત વેરા શાખા દ્વારા 29 આસામીઓ પાસેથી 7.92 લાખની વેરા વસૂલાત

જામ્યુકો મિલકત વેરા શાખા દ્વારા 29 આસામીઓ પાસેથી 7.92 લાખની વેરા વસૂલાત

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા દ્વારા બાકી મિલકત વેરા ધારકો પાસેથી વેરા વસૂલાતની કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ગત તા.30 ડિસેમ્બરના રોજ 29 આસામીઓ પાસેથી રૂા.7,92,218 ની વસૂલાત કરવામાં આવી હતી.
જામનગરમાં મિલકત વેરા શાખા દ્વારા બાકી મિલકતવેરાની વસૂલાત કામગીરી કરવામાં આવી રહી છે. બાકી મિલકત વેરા ધારકો સામે કડક કાર્યવાહી કરી મિલકતવેરો વસૂલાઈ રહ્યો છે જે અંતર્ગત તા.30 ડિસેમ્બરના રોજ વોર્ડ નં.2 માં 4 આસામીઓ પાસેથી રૂા.92,512, વોર્ડ નં.3 માં 3 આસામીઓ પાસેથી રૂા.39,000, વોર્ડ નં.4 માં 1 આસામી પાસેથી રૂા.15,850, વોર્ડ નં.5 માં 10 આસામીઓ પાસેથી રૂા.2,58,004, વોર્ડ નં.10 માં 3 આસામીઓ પાસેથી રૂા.1,60,325, વોર્ડ નં.13 માં 2 આસામીઓ પાસેથી રૂા.51,612, વોર્ડ નં.14 માં 1 આસામી પાસેથી રૂા.58,390, વોર્ડ નં.15 માં 4 આસામીઓ પાસેથી રૂા.1,05,270 અને વોર્ડ નં.18 માં 1 આસામી પાસેથી રૂા.11,255 સહિત કુલ 29 આસામીઓ પાસેથી કુલ રૂા.7,92,218 ની વસુલાત કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular