ચૂંટણી પહેલા બજેટમાં સરકાર સામાન્ય લોકોને મોટી રાહત આપી શકે છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર આયુષ્માન ભારત યોજના હેઠળ ઉપલબ્ધ સ્વાસ્થ્ય વીમા કવરેજને વધારી શકે છે. હાલમાં, સરકાર હોસ્પિટલોમાં સારવાર અથવા દાખલ થવા માટે વાર્ષિક રૂ. 5 લાખનું આરોગ્ય વીમા કવરેજ પ્રદાન કરે છે.
કેન્દ્ર સરકાર ચૂંટણી પહેલા બજેટમાં સામાન્ય જનતાને મોટી રાહત આપી શકે છે. સરકારી સૂત્રો અનુસાર, સરકાર આયુષ્માન ભારત યોજના અંતર્ગત મળનારા હેલ્થ ઇન્સ્યોરન્સ કવરેજને વધારી શકે છે. હાલ સરકાર હોસ્પિટલોમાં ઇલાજ અથવા દાખલ થવા માટે પરીવાર દીઠ વાર્ષિક 5 લાખ રૂપિયાનું હેલ્થ ઇન્સ્યોરન્સ કવરેજ આપે છે. હવે સરકાર હાલના વીમા કવરને 50 ટકા સુધી વધારી શકે છે. સરકારને આવી સલાહ બજેટમાં આપવામાં આવી છે. જો સરકાર 50 ટકા હેલ્થ ઇન્સ્યોરન્સ કવરને વધારે છે તો આ કવર વધીને 7.50 લાખ રૂપિયા થઇ જશે.સરકાર આ જાહેરાત 1 ફેબ્રુઆરી, 2024ના રોજ દેશનું બજેટ જાહેર થઇ શકે છે. બજેટ 2024માં આયુષ્માન ભારત કવર વધારવાના નિર્ણયની જાહેરાત કરે તેવી આશા છે, જોકે, અંતિમ નિર્ણય લેવાનો હજુ બાકી છે. આયુષ્માન ભારત સરકારની એક ખાસ યોજના છે, જેને યૂનિવર્સલ હેલ્થ કવરેજનો વિઝન મેળવવા માટે રાષ્ટ્રિય સ્વાસ્થ્ય નીતિ 2017 અંતર્ગત 23 સપ્ટેમ્બર, 2018માં લોન્ચ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં 25.21 કરોડથી વધારે આયુષ્માન કાર્ડ બનાવવામાં આવી ચૂક્યા છે અને જલદી જ આ સંખ્યા 30 કરોડથી વધારે થવાની આશા છે. યોજના અંતર્ગત 5.68 કરોડથી વધારે રજીસ્ટર્ડ હોસ્પિટલ છે. આયુષ્માન ભારત અંતર્ગત સેવાઓ આપવા માટે 26,617 હોસ્પિટલોનું એક નેટવર્ક લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે.