Thursday, April 18, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં ટેટ-2ની પરિક્ષામાં 6761 ઉમેદવારોમાંથી 684 ઉમેદવારો ગેરહાજર - VIDEO

જામનગરમાં ટેટ-2ની પરિક્ષામાં 6761 ઉમેદવારોમાંથી 684 ઉમેદવારો ગેરહાજર – VIDEO

- Advertisement -

જામનગરમાં ગઇકાલે રવિવારે ટેટ-2ની પરીક્ષા યોજાઇ હતી. જેમાં શહેરમાં કુલ 6761માંથી 684 ઉમેદવારો ગેરહાજર રહ્યા હતાં. એકંદરે ગુજરાતી વ્યાકરણ અઘરૂ તો અંગ્રેજી ગ્રામર સહેલુ હોવાનું ઉમેદવારો જણાવી રહ્યાં હતાં.
શિક્ષક યોગ્યતા કસોટી (ટેટ-2) પરીક્ષાનું ગઇકાલે આયોજન કરવામાં આવ્યું હતું. જામનગરમાં 24 જેટલા કેન્દ્ર પર પરીક્ષા યોજાઇ હતી. વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ રીતે પરીક્ષા આપી શકે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. શહેરમાં કુલ 6761 ઉમેદવારો નોંધાયા હતાં. જે પૈકી 6077 ઉમેદવારો હાજર રહ્યાં હતાં. જ્યારે 684 ઉમેદવારો ગેરહાજર રહ્યાં હતાં. પરીક્ષામાં ગેરરીતિનો કોઇ કેસ ન નોંધાતાં તંત્રએ રાહત અનુભવી હતી. પરીક્ષામાં નવી શિક્ષણ નીતિ આરટીઇ તથા જી-20ના પ્રશ્ર્નો પૂછાયા હતાં. ગુજરાતી વ્યાકરણ અઘરુ તો અંગ્રેજી ગ્રામણ સહેલુ હોવાનું ઉમેદવારો જણાવી રહ્યા હતાં. એકંદરે પેપર સરળ રહેતા ઉમેદવારોમાં પણ રાહત જોવા મળી હતી.

- Advertisement -

 

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular