Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામનગર સાયકલ કલબના ત્રણ સભ્યો દ્વારા 600 કિમી. સાયકલ સવારી

જામનગર સાયકલ કલબના ત્રણ સભ્યો દ્વારા 600 કિમી. સાયકલ સવારી

જામનગર સાયકલ કલબના ત્રણ સાયકલિસ્ટએ 600 કિમીની સાયકલ સવારી યોજી હતી. તા.2 ઓકટોબરના રોજ શરૂ થયેલી આ સાયકલ સવારીમાં જામનગર, રાજકોટ, ઉપલેટા થઇ પોરબંદર પહોંચ્યા હતાં. આ 600 કિમી.ની સાયકલ સવારી 40 કલાકમાં પૂર્ણ કરી જામનગર પહોંચ્યા હતાં. જેમાં સંદિપ પિપળિયા, રાજ કિરણ તથા શ્યામ સુંદર નેગીએ આ સાયકલ સવારી કરી હતી. તેમણે છેલ્લાં બે મહિનાઓ માં 100, 200, 300,400-અને 600 કિલોમીટર બ્રેવેટ્સ સીરીસ એક જ વર્ષમા ઉત્તીર્ણ કરી અને સૂપર રેંડનેયૂરનો ખિતાબ પણ હસ્તગત કર્યો છે. ભારત ભરના સાઈકલ સવારોમાંથી ગત વર્ષે ફક્ત થોડા જ સાઈકલિસ્ટ જ આ સિધ્ધિ પામી શક્યા હતા. જામનગર સાઈકલિંગ ક્લબ દ્વારા સૌને દિનચર્યામાં સાઇકલ ચલાવવાં અને ટૂંકા ગાળાના રોજબરોજનાં કામો માટે સાઇકલ સવારી કરવાં આહવાન કર્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular