જામનગર મહાનગરપાલિકા દ્વારા ફાયર એનઓસી સહિતના મુદાઓને લઇ ચાલી રહેલાં ચેકિંગ દરમ્યાન વધુ છ શાળાઓ, પાંચ ટયુશન કલાસ તથા બે હોટલ રેસ્ટોરન્ટ સિલ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ 18ર મિલ્કતો સિલ કરવામાં આવી છે.
રાજકોટ અગ્નિકાંડ બાદ રાજયભરમાં ફાયર એનઓસી સહિતના મુદાઓને લઇ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જામનગર મહાનગરપાલિકા દવારા પણ ફાયર વિભાગ એસ્ટેટ શાખા, ટાઉન પ્લાનિંગ શાખા સહિતની શાખાઓની ટીમ બનાવી શહેરમાં ચેકિંગ કામગીરી ચાલી રહી છે. જેમાં વધુ 13 મિલ્કતો સિલ કરવામાં આવી છે. શહેરના ખોડિયાર કોલોનીમાં શૌર્ય સૈનિક એકેડમી, બાલનાથ સોસાયટીમાં સંસ્કાર પ્રાઇમરી સ્કુલ, મહારાજા સોસાયટીમાં લોટસ પ્રાઇમરી સ્કુલ, સનમ સોસાયટીમાં રોઝી સ્કુલ, આદિત્ય પ્રાઇમરી સ્કુલ, આદર્શ પ્રાઇમરી સ્કુલ, મેહુલ નગરમાં અક્ષર પ્રિ-સ્કુલ, માસુમ પ્લે હાઉસ, પંચવટી પાર્ક સામે તપોવન એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, રણજીતનગરમાં વિઠલાણી કલાસીસ, નિલકંઠ પાર્કમાં વિધવાતા ટયુશન કલાસીસ, વિકટોરીયા પુલ પાસે રાજુભાઇ ઢોસાવાળા, ફૌજી પંજાબી ધાબા સહિતની મિલ્કતો સિલ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 71 શાળાઓ, પપ કલાસીસ, 34 હોટલ રેસ્ટોરન્ટ તથા રર હોસ્પિટલ (પાર્ટલી) સહિત કુલ 18ર મિલકતો સીલ કરવામાં આવી છે.