સીકકામાં રહેતા સુનીલ રાજુભાઈ જોશી તેમજ એસ.એચ.એન્ટરપ્રાઈઝ ના પ્રોપરાઈટર સુલેમાન બંને મિત્ર થતાં હોય, આરોપી સુલમાન હાસમ કુંગડાને ધંધાના વિકાસ માટે રૂા. 2,35,000ની જરૂરત હોય, આરોપીએ ફરીયાદી પાસેથી રકમ રૂા. 2,35,000 હાથ ઉછીના લીધા હતા અને જેની ચુકવી પેટે આરોપીએ ફરીયાદી સુનીલ રાજુભાઈ જોશીને ચેક આપ્યો હતો, જે ચેક બેંકમાં વસુલાત માટે રજુ કરતા સદર ચેક અપુરતા ભંડોળના કારણે પરત ફર્યો હતો, જે અંગેની કાયદેસરની નોટીસ ફરીયાદીના વકીલ દ્વારા આપવા છતાં આરોપીએ રકમ ન ચુકવતા ફરીયાદીએ જામનગરના અદાલત માં ધી નેગો.ઇન્સ્ટુએક્ટની કલમ -138 મુજબ ફરીયાદ દાખલ કરી હતી, જે ફરિયાદમાં આરોપી ઉપર વોરંટ ઈસ્યુ થયું હતું. ત્યારબાદ કેશની ટ્રાયલ ચાલતા સુધી આરોપી હાજર ન થતાં સદર કેશ એકક્ષ પાર્ટી ચાલેલ હોય, જેથી આરોપીને જામનગરના 09 માં એડી.ચીફ જયુડી.એ.ડી.રાવ ધી નેગો.ઇન્સ્ટૂ.એકટ ની કલમ -138 મુજબ ના ગુનામાં આરોપી એસ.એચ.એન્ટરપ્રાઈઝ ના પ્રોપરાઈટર સુલેમાન હાસમ કુંગડાને આ ગુનામાં તકસીરવાન ઠરાવી 6 માસની સાદી કેદ ની સજા તેમજ રૂા.2,35,000નો દંડ અને આ દંડની રકમ માંથી ફરીયાદી સુનીલ રાજેશભાઈ જોશી ને વળતર પેટે ચુકવી આપવી અને જો ચુકવવામાં નિષ્ફળ જાય તો વધુ 30 દિવસ ની સાદી કેદ ની સજાનો હુકમ ફરમાવવામાં આવેલ છે. આ કામ માં ફરીયાદી ના વકીલ તરીકે હરીશ એલ.ચાવડા તથા રૂપેશ યુ.ચાવડા રોકાયેલ હતા.