જામનગર શહેરના કાલાવડ નાકા બહારના વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે તિનપતીનો જુગાર રમતા 6 શખ્સોને રૂા.10,640ની રોકડ રકમ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જુગાર દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના કાલાવડ નાકા બહાર આવેલા પેટ્રોલ પંપ પાસેની શેરીમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે તિનપતીનો જુગાર રમતા હોવાની મળેલી બાતમીના આધારે સીટી એ ડિવિઝન પોલીસે રેઇડ દરમિયાન મહેરાબ અલ્તાફ બ્લોચ, જાવિદ અલીમામદ ખફી, મુનફ હારૂન ગોરી, જુસબ ફગાર આશરા, હુસેન ઉસ્માન ખીરા, સોહિલ સલીમ બ્લોચ નામના 6 શખ્સોને રૂા.10,640ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.