જામનગરમાં વાવાઝોડુ-અતિવૃષ્ટિ જેવી અનેક કુદરતી આફતો વચ્ચે પણ 58 વર્ષથી ચાલતી બાલા હનુમાન સંકિર્તન મંદિર ખાતેની અખંડ રામધૂનનો 59માં વર્ષમાં પ્રવેશ કરે છે. તા. 1-8-1964ના રોજ પ.પૂ. પ્રેમભિક્ષુજી મહારાજે શ્રી રામ જય રામ જય જય જય રામના મંત્રોચ્ચાર સાથે તળાવની પાળે આવેલા બાલા હનુમાન મંદિર ખાતે રામધૂનનો પ્રારંભ થયો હતો. ગિનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામી ચૂકેલ આ અખંડ રામધૂનનો 59માં વર્ષમાં પ્રવેશ થયો છે. અખંડ રામનામના મંત્રના નાદઘોષથી બાલા હનુમાન મંદિર અવિરત ગુંજતુ રહે છે. આજે અખંડ રામધૂનના 59માં વર્ષમાં પ્રવેશ નિમિત્તે મહાઆરતી નું આયોજન પણ કરવામાં આવ્યું છે. અખંડ રામધૂનને આજે 21,183 દિવસ થયા છે. કોરોના કાળ ઉપરાંત અનેક કુદરતી આફતોમાં પણ રામધૂન સતત ચાલુ રહી છે અને જામનગરનું નામ વિશ્ર્વકક્ષાએ ચમકાવી જામનગરને ગૌરવ અપાવ્યું છે.