Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજામનગર શહેર-જિલ્લામાં 11 દરોડામાં 7 મહિલાઓ સહિત 57 શખ્સો જુગાર રમતા ઝડપાયા

જામનગર શહેર-જિલ્લામાં 11 દરોડામાં 7 મહિલાઓ સહિત 57 શખ્સો જુગાર રમતા ઝડપાયા

પ્રથમ દરોડો જોડિયામાં ભીમકટા ગામના તળાવ પાસે આવેલ મોતીયાપીર ડાડાના મંદિર પાસે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે જોડિયા પોલીસે રેઇડ દરમિયાન લવજી જેઠા શેખવા, જીગ્નેશ પ્રવિણ હેરભા, ધીરજ વાલજી ડાભી નામના ત્રણ શખ્સોને જુગાર રમતા ઝડપી લઇ રૂા.17650ની રોકડ સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો. રેઇડ દરમિયાન જીગ્નેશ બાબુ કોળી નામનો શખ્સ નાશી જતાં પોલીસ દ્વારા તેની શોધખોળ હાથ ધરાઇ હતી.

- Advertisement -

બીજો દરોડો જામજોધપુરમાં બાલવા ફાટક પાસે તીનપતીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે રેઇડ દરમિયાન દેવાણંદ હરી હરીયાણી, શામળા કાચા આશાણી, મોમા જીવા આશાણી, જયેશ માણસી ધારાણી, દુલા ઘેલુ હરડાજાણી, જયેશ રાણશી આશાણી, દલુ નાથા ધારાણી, કિશન પુના મુન, કરણ પુના મુન, વાલા રાણા ધારાણી નામના 10 શખ્સોને તીનપતીનો જુગાર રમતા રૂા.15650ની રોકડ સહિતનો મુદામાલ કબ્જે કરી જુગાર ધારા હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ત્રીજો દરોડો જામનગરમાં ગુરૂદ્વારા જલારામનગર, રબારી ચોકમાં સીટી બી પોલીસે રેઇડ દરમિયાન હિંમત હંસરાજ મહેતા, લખન સુરેશ વડરૂકીયા, કિરીટ રમેશ ચોવટીયા, મહેશ મોહન બલદાણીયા, કરશન પુના પારડીયા નામના પાંચ શખ્સોને તીનપતીનો જુગાર રમતા ઝડપી લીધા હતાં. અને રૂા.10100ની રોકડ સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો.

- Advertisement -

ચોથો દરોડો જામનગરના મોટા થાવરીયા ગામે ભરવાડ પાડામાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે રેઇડ દરમિયાન ખોડા સેજા સરસીયા, રાજુ ઉર્ફે રાજેશ ભગા કાટોડીયા, લક્ષમણ હઠ્ઠા સરસીયા નામના ત્રણ શખ્સોને જુગાર રમતા ઝડપી લઇ રૂા.12150ની રોકડ સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો. તેમજ રેઇડ દરમિયાન હરી બાબુ સરસીયા નામનો શખ્સ નાશી જતાં તેની શોધખોળ હાથ ધરી હતી.

પાંચમો દરોડો કાલાવડના ખરેડી ગામ જુનાવાસમાં હનુમાનની ડેરી પાસેથી સ્થાનિક પોલીસે રેઇડ દરમિયાન રમેશ ડાયા બથવાર, જયસુખ હીરા બથવાર, મહેન્દ્ર જીણા બથવાર, ભાવેશ દિનેશ બથવાર, રાહુલ ગુલાબ બથવાર, કિશોર નાથા બથવાર, હેંમત ઘેલા બથવાર નામના સાત શખ્સોને તીનપતીનો જુગાર રમતા ઝડપી લીધા હતાં અને રેઇડ દરમિયાન રૂા.14200ની રોકડ સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો.

- Advertisement -

છઠ્ઠો દરોડો જામનગરના મોરકંડા ગામે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પંચ બી પોલીસે રેઇડ દરમિયાન અશ્વિન કરશન મારકડા, રોહિત જાદવજી ગોહિલ, દિપક મગન ડોડીયા, પ્રદિપ મગન પ્રાગડા નામના ચાર શખ્સો જુગાર રમતા ઝડપાયા હતાં. રેઇડ દરમિયાન પોલીસે રૂા.5250ની રોકડ સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો.

સાતમો દરોડો લાલપુર તાલુકાના જશાપર ગામે લાલપુર પોલીસે રેઇડ દરમિયાન તૈયબ સુલેમાન ધાવડા, રફીક નાથા ગજણ, જયેશ બાબુ મકવાણા નામના ત્રણ શખ્સોને જુગાર રમતા ઝડપી લઇ રૂા.10200ની રોકડ સહિતનો મુદામાલ કબ્જે કરી જુગાર ધારા હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આઠમો દરોડો લાલપુર તાલુકામાં ધરારનગર શેરાની હોટલ પાસે બાવળની ઝાળીમાં તીનપતીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે લાલપુર પોલીસે રેઇડ દરમિયાન રવી કારા રાઠોડ, મુકેશ રામજી રાઠોડ, નિલેશ કારા રાઠોડ, અજય અનીલ વાઘેલા, અતુલ રઘુ વાઘેલા નામના પાંચ શખ્સોને તીનપતીનો જુગાર રમતા ઝડપી લઇ રૂા.1520ની રોકડ સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો.

નવમો દરોડો શેઠવડાળાના નરમાણા ગામનો જાહેરમાં તીનપતીનો જુગાર રમાતો હોય શેઠવડાળા પોલીસે રેઇડ દરમિયાન વિક્રમસિંહ નટુભા જાડેજા, વિજય ભગવાનજી અમલાણી, ગાડુ રામ ડાંગર, જયંતી ચકુ મકવાણા, મુકેશ વિઠલ મકવાણા, રમેશ ગોવા ડાંગર નામના છ શખ્સો જુગાર રમતા ઝડપાયા હતાં. રેઇડ દરમિયાન પોલીસે રૂા.12160ની રોકડ સહિતનો મુદામાલ કબ્જે કરી જુગારધારા હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

દશમો દરોડો જામનગરના નવાગામ ઘેડ જાસોલીયા સોસાયટી ખડખડનગર શેરી નં.2માં સીટી બી પોલીસે રેઇડ દરમિયાન આમીર અલ્લાહરખા રૂપિયાસાટી, કાસમઅલી બુખારી સૈયદ, બન્નેસંગ ભીખુભા જાડેજા, પ્રવિણસિંહ પ્રતાપસિંહ ઝાલા નામના ચાર શખ્સો રૂા.6200ની રોકડ સાથે ઘોડી પાસાનો જુગાર રમતા ઝડપાયા હતાં. પોલીસ દ્વારા આરોપીઓને નોટીસ અપાઇ હતી.

અગ્યારમો દરોડો લાલપુર તાલુકામાં સાનિઘ્યપાર્ક સોસાયટીમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમતો હોવાની બાતમીના આધારે લાલપુર પોલીસે રેઇડ દરમિયાન સાત મહિલાઓને રૂા.2270 ની રોકડ સાથે તીનપતીનો જુગાર રમતા ઝડપી લીધી હતી. મહિલાઓને પોલીસ દ્વારા નોટીસ અપાઇ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular