Monday, December 23, 2024
Homeરાજ્યદેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના નવા 56 કેસ નોંધાતા હડકંપ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના નવા 56 કેસ નોંધાતા હડકંપ

ફક્ત દ્વારકા તાલુકામાં જ 41 નવા કેસથી તંત્રમાં દોડધામ : કલેક્ટર સહિતના અઘિકારીઓ દોડી ગયા

- Advertisement -

સમગ્ર રાજ્ય સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ હવે કોરોનાનું સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી અવિરત રીતે અને ત્યારબાદ વધતા જતા કોરોનાના નવા કેસોથી હવે દેવભૂમિ દ્વારકા જિલ્લાના રહીશોમાં પણ ચિંતાનું મોજુ પ્રસરી ગયું છે.

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ગઈકાલે બુધવારે ખંભાળિયાના 449, કલ્યાણપુરના 303, ભાણવડના 288 અને દ્વારકાના 281 મળી કુલ 1,321 કોરોના કેસ કરવામાં આવ્યા હતા. આ ટેસ્ટ દરમિયાન સૌથી વધુ દ્વારકા તાલુકામાં 41 નવા પોઝિટિવ કેસ નોંધાતા સમગ્ર જિલ્લામાં ભારે ફફડાટની લાગણી પ્રસરી ગઈ છે. આ ઉપરાંત ભાણવડ તાલુકામાં પણ એક દિવસમાં નવા 14 પોઝિટિવ કેસ નોંધાયા છે. ખંભાળિયામાં પણ એક નવો દર્દી સામે આવ્યો છે. કલ્યાણપુર તાલુકામાં એક પણ નવો પોઝિટિવ કેસ નોંધાયો નથી.

આમ, 56 નવા કેસ સાથે દ્વારકાના 32 દર્દીઓને સ્વસ્થ જાહેર કરવામાં આવ્યા છે. ભાણવડના બે અને ખંભાળિયાનો એક મળી કુલ 35 દર્દીઓને એક દિવસમાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

- Advertisement -

વધુમાં જાણવા મળતી વિગત મુજબ સૌથી વધુ ઓખા મંડળમાં કોરોનાનું સંક્રમણ સામે આવ્યું છે. જેમાં બી.એસ.એફ. વિસ્તારમાં 16 જેટલા કેસો નોંધાતા ઓખા પંથકમાં ભારે દોડધામ પ્રસરી ગઈ છે.

દ્વારકામાં ચિંતાજનક પરિસ્થિતિ: કલેક્ટર સહિતના અધિકારીઓ દોડી ગયા

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી અન્ય તાલુકાઓના સરવાળાથી વધુ નવા કેસ ફક્ત દ્વારકા તાલુકામાં જ નોંધાય છે  જે બાબતને તંત્રએ ચિંતાજનક તથા પડકારરૂપ ગણી, ગઈકાલે બુધવારે અહીંના જિલ્લા કલેકટર એમ.એ. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી ડી.જે. જાડેજા, જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર રાજ સુતરીયા, ડો. નીરજ ભૂત વિગેરે તેમની ટીમ સાથે દ્વારકા દોડી ગયા હતા. દ્વારકા તાલુકામાં ડોર-ટુ-ડોર સર્વે સહિતની કામગીરી આ અધિકારીઓએ કરી હતી. દ્વારકા તાલુકાની વણસતી જતી પરિસ્થિતિને ખાળવા માટે આરોગ્ય તથા કલેકટર તંત્રની ટીમ દ્વારા જરુરી મિટિંગનો ધમધમાટ આદરવામાં આવ્યો હતો. દ્વારકા તાલુકામાં જ 35 ટીમો દ્વારા ડોર ટુ ડોર સર્વે કરાવી, કલેકટર દ્વારા કન્ટેન્ટમેન્ટ ઝોનની મુલાકાત પણ કરવામાં આવી હતી. અહીં ધનવંતરી રથ દ્વારા ટેસ્ટિંગ વધારવા અંગેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular