Tuesday, January 14, 2025
Homeરાજ્યકોરડાગામની ઓઇલમીલમાંથી 55 લાખની વીજચોરી ઝડપાઇ

કોરડાગામની ઓઇલમીલમાંથી 55 લાખની વીજચોરી ઝડપાઇ

- Advertisement -

જામનગર પીજીવીસીએલના વિવિધ સબ ડિવિઝન દ્વારા જામનગર તથા દેવભૂમિદ્વારકા જીલ્લામાં વીજચોરી અંગે દરોડા પાડવામાં આવી રહ્યા છે. જેમાં દેવભૂમિ દ્વારકા જીલ્લાના ઓખામંડળના કોરડા ગામે આવેલી દ્વારકાધીશ ઇન્ડસ્ટ્રીઝ નામની ઓઈલમિલમાં પીજીવીસીએલની ટીમે ચેકિંગ દરમ્યાન વીજચોરી ઝડપી લઇ રૂા. 55,71,699નું બીલ ફટકાર્યું હતું.

- Advertisement -

મળતી વિગત મુજબ પીજીવીસીએલ ના મેનેજીંગ ડાયરેક્ટર તેમજ વિજીલન્સ વિભાગ રાજકોટ તેમજ અધિક્ષક ઈજનેર જામનગર ની દેખરેખ હેઠળ વિજીલન્સની ત્રણ ટુકડીઓ દ્વારા ગઈકાલે રાત્રે દેવભૂમિ દ્વારકા જીલ્લાના ઓખામંડળના કોરડા ગામમાં ચાલતી દ્વારકાધીશ ઇન્ડસ્ટ્રીઝ મિલમાં આકસ્મિક ચેકીંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ટ્રાન્સફોર્મર ઉપરથી ડાયરેક્ટ કેબલથી જોડાણ લઇ, મીટર બાઈપાસ કરી વીજચોરી કરતા હોવાનું ખુલ્યું હતું. જેથી વીજ કંપનીમાં નોંધાયેલા વીજ ગ્રાહક આસામી ચાવડા ભાયાભાઈ માલદેભાઈના નામનું રૂા. . 55,71,699નું વીજ વપરાશનું વીજ પુરવણી બિલ આપવામાં આવ્યું હતું. અને વીજ ચોરીની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular