Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં કૃષ્ણનગર વિસ્તારમાં પટેલ યુવા ગ્રુપ દ્વારા ગાયો માટે 500 કિલો લાડુ...

જામનગરમાં કૃષ્ણનગર વિસ્તારમાં પટેલ યુવા ગ્રુપ દ્વારા ગાયો માટે 500 કિલો લાડુ બનાવાયા

- Advertisement -

જામનગરના કૃષ્ણનગર વિસ્તારમાં સેવાભાવી પટેલ યુવા ગ્રુપ ના કાર્યકરો દ્વારા મકરસંક્રાંતિના પર્વની વિશેષ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે, અને ગાયો માટે ૫૦૦ કિલો પૌષ્ટિક લાડુ બનાવીને તેનું ગાયોમાં પ્રસાદ રૂપે વિતરણ કરાઈ રહ્યું છે.

- Advertisement -

કૃષ્ણનગર વિસ્તારમાં પટેલ યુવા ગ્રુપના ૪૦ થી વધુ કાર્યકરો કે જેઓ છેલ્લા ત્રણ વર્ષથી મકરસંક્રાંતિના પર્વની વિશેષ રૂપે ઉજવણી કરીને ગાય માતા ની સેવા કરે છે. જેના ભાગરૂપે આ વખતે પણ તેલ, ઘઉંનો લોટ, ગોળ, કાળા તલ, સફેદ તલ, અને ટોપરાનું ખમણ વગેરે નું મિશ્રણ કરીને અંદાજે ૫૦૦ કિલો પોષ્ટીક લાડુ બનાવ્યા છે, અને તેનું ગાયોને પ્રસાદ રૂપે વિતરણ કરવામાં આવી રહ્યું છે. પટેલ યુવા ગ્રુપના યુવા કાર્યકરો દ્વારા કૃષ્ણનગર વિસ્તારમાં વિજય મંડપ સર્વિસ પાસેની વાડીમાં લાડુ બનવવાનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. તેમજ આડોશી પાડોશી સહિતના અનેક લોકોનો સહકાર મળી રહ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular