મોટી ખાવડી આંબાવાડી વિસ્તારમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ શખ્સોને પોલીસ રેઈડ દરમિયાન રૂપિયા 6700 સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગર શહેરના ગોકુલ નગર પાણાખાણ વિસ્તારમાંથી પોલીસે રેઈડ દરમિયાન એક મહિલા તથા ચાર શખ્સોને તીનપતીનો જુગાર રમતા ઝડપી લઇ 12060ની રોકડ સહિતનો નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જામજોધપુરના વાંસજાળીયા ગામમાંથી પોલીસે રેઈડ દરમિયાન પાંચ મહિલાઓને જુગાર રમતા ઝડપી લઇ નોટિસ આપી હતી. જામજોધપુરના વાંસજાળીયા ગામમાં સહકારી મંડળી ની આગળ ની શેરીમાંથી પોલીસે ચાર મહિલાઓને જુગાર રમતા ઝડપી લઇ નોટિસ આપી હતી. જામજોધપુરના સતાપર ગામ માંથી પોલીસે ચાર મહિલાઓને જુગાર રમતા ઝડપી લઇ નોટિસ આપી હતી. લાલપુરમાં પોલીસે રેઈડ દરમિયાન ચાર શખ્સોને 2610 ના મુદ્દામાલ સાથે તીનપત્તીનો જુગાર રમતા ઝડપી લીધા હતા. લાલપુર તાલુકામાં ચુનારાવાસ પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા અને 1650 રૂપિયા નો મુદ્દામાલ કબજે કર્યો હતો. લાલપુર તાલુકાના ચૂનારાવાસ પાસેથી જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા હતા. જોડિયા તાલુકામાં ભાડરા ગામે કંટારીયા ગામની સીમમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ શખ્સોને પોલીસે ઝડપી લઇ રૂપિયા 5850 ની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ધ્રોલ તાલુકામાં બ્રહ્મપોડ વાળી શેરીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. જોડીયા તાલુકાના રાજપર ગામમાં બાપા સીતારામની મઢી થી આગળ જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા 10 શખ્સોને પોલીસે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જોડિયા તાલુકાના ટિમ્બડી ગામમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર શખ્સોને પોલીસે રૂપિયા 25,100નો મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા જોડિયા તાલુકામાં ટિમ્બડી ગામ માંથી પોલીસે ચાર શખ્સોને રૂ 21200 ની રોકડસહિતના મુદ્દામાલ સાથે જાહેરમાં જુગાર રમતા ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
જુગાર દરોડા ની વિગત મુજબ,
- પ્રથમ દરોડો મોટીખાવડી આંબાવાડી વિસ્તારમાં જોગણી માતાના મંદિર પાસે બાવળની ઝાડીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન અનિલ પ્રવિણ રાઠોડ, ભરત જેંતી મકવાણા, લક્ષ્મણ સુભાષ પરમાર, રવિ મનસુખ હળવદિયા, નિલેશ સુરેશ પરમાર નામના પાંચ શખ્સોને તીનપતીનો જુગાર રમતા ઝડપી લીધા હતા અને રૂપિયા 6700 ની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
- બીજો દરોડો જામનગર શહેરમાં ગોકુલ નગર વિસ્તારમાં પાણાખાણ શેરી નંબર 2 માં હનુમાનજીના મંદિર પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલીસે રેઈડ દરમિયાન જયેશ રમેશ પરમાર, અલ્પેશ શામજી ચાવડા, વિજય વસંતપરી ગોસ્વામી, જયદીપ રમેશગર અપારનાથી તેમજ એક મહિલાને તીનપત્તીનો જુગાર રમતા ઝડપી લીધા હતા અને રૂપિયા 12060ની રોકડ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
- ત્રીજો દરોડો જામજોધપુર તાલુકામાં વાસજાળીયા ગામ પાસે આવેલ અમૃતલાલ નાથાભાઈ બારીયા ના ઘર પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ મહિલાઓને પોલીસે રૂપિયા 10450 ની રોકડ મુદ્દામાલ સાથે ઝડપી લઈ ને નોટિસ આપી હતી.
- ચોથો દરોડો જામજોધપુર તાલુકામાં વાસજાળીયા ગામમાં આવેલ સહકારી મંડળીની આગળની શેરીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર મહિલાઓને પોલીસે રૂ 4860 ની રોકડ સાથે ઝડપી લઈ નોટિસ આપી હતી.
- પાંચમો દરોડો જામજોધપુર તાલુકાના ચમારવાસ સતાપર ગામમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર મહિલાઓને પોલીસે રૂ4020 ની રોકડ મુદામાલ સાથે ઝડપી લઈ નોટિસ આપી હતી.
- છઠો દરોડો લાલપુરમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન વિજય ચંદુ ઢાકેચા, સંજય વિનોદ માંડવીયા, પ્રદીપ હિતેશ માંડવીયા, અજય વિનોદ માંડવીયા, નામના ચાર શખ્સોને રુ 2610 ની રોકદ સહિતના મુદ્દામાલ સાથે જાહેરમાં જુગાર રમતા ઝડપી લીધા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
- સાતમો દરોડો લાલપુરમાં ચૂનારાવાસ પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન સુરેશ ભીમજી પરમાર, ચેતન ભનુ પરમાર, અતુલ નાથા પરમાર, તથા અમિત ગોરધન પરમાર નામના ચાર શખ્સોને રુ 1650 ની રોકડ સાથે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
- આઠમો દરોડો લાલપુર તાલુકામાં ચૂનારાવાસ પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા રવિ દેવશી પરમાર, દીપક ધીરુ પરમાર, સંદીપ પ્રવીણ પરમાર તથા અશ્વિન નાનજી પરમાર નામના ચાર શખ્સને પોલીસે રેઈડ દરમ્યાન રૂપિયા 2240 ની રોકડ સાથે જુગાર રમતા ઝડપી લીધા હતા.
- નવમો દરોડો જોડિયા તાલુકાના ભાદરા ગામે કટારીયા નામની સીમમાં તાડીવાળા ખરાબામાં તીનપતીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન પ્રવીણ વશરામ ભંડેરી, છગન દકું ભંડેરી, ગોલુ જાલમ અલાવા, અરવિંદ દીપસિંહ ગણાવા તથા સુરમલ મંગા ખરાડ નામના પાંચ શખ્સોને રૂ 5700ની રોકડ તથા રૂપિયા ૧૫૦ ની ટોચ બતી સહિતના કુલ રૂપિયા 5850 ના મુદ્દામાલ સાથે જુગાર રમતા ઝડપી લીધા હતા.
- દસમો દરોડો ધ્રોલ તાલુકામાં બ્રહ્મપોડવાળી શેરીમાં ધીરજ પ્રેમજી ચૌહાણ ના મકાનની બાજુમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન ધીરજ પ્રેમજી ચૌહાણ, રવી પ્રફુલ ગોસ્વામી, કિશન ધીરજ ચૌહાણ તથા જયદિપ ધીરજ ચૌહાણ નામના પાંચ શખ્સોને 4020 ની રોકડ તથા 1000 ની કિંમત ના બે નંગ મોબાઇલ ફોન મળી કુલ રૂ 5020ના મુદ્દામાલ સાથે જુગાર રમતા ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
- અગિયારમો દરોડો ધ્રોલ તાલુકામાં રાજપર ગામમાં બાપા સીતારામની મઢી થી આગળ જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન જયપાલસિંહ ચનુભા જાડેજા, ભયપાલસિંહ જયદેવસિંહ જાડેજા, ઋષિરાજસિંહ જયદેવસિંહ જાડેજા, ગોપાલસિંહ સહદેવસિંહ જાડેજા, રવિરાજસિંહ ફતેસિંહ જાડેજા, જયરાજસિંહ મહિપતસિંહ જાડેજા, પીન્ટુભા લખધીરસિંહ જાડેજા, હરપાલસિંહ બનુભા જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઘોઘુભા જાડેજા તથા દિયરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા નામના કુલ ૧૦ શખ્સોને રૂપિયા 3500 સહિતના મુદામાલ સાથે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
- બારમો દરોડો જોડિયા તાલુકાના ટિમ્બડી ગામે સ્મશાન પાસે જાહેરમાં સ્ટ્રીટલાઇટના અજવાળે તીનપતીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન વિજયસિંહ રણજીતસિંહ જાડેજા, ભૂપેન્દ્રસિંહ સવુભા જાડેજા, રઘુવીરસિંહ ગોપાલસિંહ જાડેજા, રવિ માંનંદ જીલરીયા નામના ચાર શખ્સોને રૂપિયા 25100ની રોકડ સહિતના મુદ્દામાલ સાથે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ઝડપી લીધા હતા
- તેરમો દરોડો જોડિયા તાલુકામાં ટિમ્બડી ગામમાં બાપા સીતારામના ઓટલા ઉપર જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા, ચંદુલાલ ચકુભાઈ માલકીયા, ઉમેશ ભગવાનજી વડગામમાં તથા નારણ પ્રેમજી સાકડા નામના ચાર શખ્સોને] જાહેરમાં તીન પત્તીનો જુગાર રમતા ઝડપી લઇ રૂપિયા 21200ની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો