Saturday, December 21, 2024
Homeરાજ્યગુજરાતરામ જન્મભૂમિ અયોધ્યાની યાત્રા માટે મળશે 5 હજારની સહાય !

રામ જન્મભૂમિ અયોધ્યાની યાત્રા માટે મળશે 5 હજારની સહાય !

- Advertisement -

ગુજરાતમાં વસતા આદિવાસી સમાજ માટે સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના પ્રવાસન અને યાત્રાધામ વિકાસમંત્રી પૂર્ણેશ મોદીએ આદિવાસીઓને લઈને જાહેરાત કરતાં કહ્યું છે કે રામમંદિરની યાત્રા કરનાર પ્રત્યેક આદીવાસી દીઠ રૂ.5હજારની સહાય આપવાનો ગુજરાત સરકાર દ્વારા નિણર્ય કરવામાં આવ્યો છે.

- Advertisement -

દશેરા મહોત્સવના રાજ્ય કક્ષાના શબરી ધામના કાર્યક્રમમાં રાજ્યના પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી પુર્ણેશભાઈ મોદીએ કૈલાશ માનસરોવર યાત્રા, સિંધુ દર્શન યાત્રા સહિત શ્રવણ તીર્થ યાત્રા જેવી યોજનાઓમા અપાતી આર્થિક સહાયનો ખ્યાલ આપ્યો હતો. સાથે જ તેમના દ્વારા કહેવાયું છે કે આદિવાસી વિસ્તારના માતા શબરીના વંશજો એવા, આદિવાસી સમાજના પ્રજાજનોને, શ્રી રામ જન્મભૂમિ અયોધ્યાની યાત્રા માટે પ્રત્યેક યાત્રાળુ દીઠ રૂપિયા પાંચ હજારની આર્થિક સહાય આપવામા આવશે.

ગઈકાલે શબરી ધામ ખાતે રાજ્ય કક્ષાના દશેરા મહોત્વની શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના પ્રવાસન સર્કિટને વિક્સાવવમાં આવશે તેવું પુર્ણેશ મોદીએ જણાવ્યું હતું. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular