દિવાળીનો તહેવાર નજીક આવતાજ બાળકો ખૂબ ઉત્સાહમાં હોય છે અને દિવાળીના કેટલાય દિવસો પહેલા ફટાકડા ફોડવાનું શરુ કરી દે છે. પરંતુ ઘણીવખત આ મજા જોખમી પણ હોય છે. આવીજ કંઈક ઘટના સુરતથી સામે આવી છે. ત્યાં બાળકો ગટરના ઢાંકણા પાસે ફટાકડા ફોડવા જાય છે અને અચાનક ત્યાં આગ ભભૂકી ઉઠે છે જેના લીધે પાંચ બાળકો દાઝી જવાના અહેવાલ આવી રહ્યા છે. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ સુરતની યોગીચોક વિસ્તારની તુલસી દર્શન સોસાયટીના બાળકો ફટાકડા ફોડી રહ્યા હતા. તેઓ સોસાયટીની બહારથી પસાર થથી ડ્રેનેજ લાઈનના ઢાંકણા પર એકત્રિત થઇ ફટાકડા ફોડવા જતા અચાનક ત્યાંથી આગની જ્વાળાઓ નીકળી હતી અને તેઓ દાઝી ગયા હતા.
તુલસી દર્શન સોસાયટીમાં એક ટેલીકોમ કંપની દ્વારા અન્ડર ગ્રાઉન્ડ પાઈપલાઈન નાખવાનું કામ ચાલી રહ્યું હતું અને તેના કામ માટે ચાલતા મશીન દ્વારા ગેસની પાઈપલાઈનને ડેમેજ થતા તેમાંથી ગેસ ગટરમાં લીકેજ થયો હતો અને ઢાંકણામાંથી ગેસ બહાર નીકળી રહ્યો હોય તે સમયે બાળકો ફટાકડા ફોડવા જતા આ ઘટના બહિ હતી. જેમાં 5 બાળકો સામાન્ય રીતે દાઝી ગયા હતા. સદનસીબે બાળકોને વધુ ઈજા પહોચી ન હતી.