દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ વિસ્તારમાં એલસીબી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા નાઈટ પેટ્રોલિંગ દરમ્યાન ચોક્કસ બાતમીના આધારે કિરણ ઉર્ફે કે.ડી. દેવાણંદ ગોજીયા નામના શખ્સ દ્વારા ચલાવવામાં આવતા જુગારના અખાડા પર એલસીબી પોલીસે દરોડો પાડી, કિરણ દેવાણંદ ગોજીયા ઉર્ફે કે.ડી., અરવિંદ પાલાભાઇ ખાવડુ, વિશાલ દિનેશ ગોસ્વામી, ખીમા રામા સાદીયા, કમલેશ રમણીકલાલ ગોસ્વામી અને સંજય લખુભાઈ સાદીયા નામના છ શખ્સોને ઝડપી લીધા હતા.
પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂપિયા 41,800 રોકડા, રૂ. 35,500 ની કિંમતના પાંચ મોબાઈલ ફોન ઉપરાંત ઉપરાંત બે નંગ મોટરસાયકલ મળી, કુલ રૂપિયા 1,07,300 નો મુદ્દામાલ કબજે કરી, જુગારાની કલમ મુજબ કાર્યવાહી કરી હતી.
અન્ય દરોડામાં ભાણવડ તાલુકાના કલ્યાણપુર વિસ્તારમાંથી પોલીસે પ્રવીણ પરબત પરમાર, ગોપાલ દેવશી પરમાર, બાબુ પુના કરમુર અને નવઘણ લખમણ જેપાર નામના ચાર શખ્સોને રૂપિયા 10,290 ના મુદ્દામાં સાથે ઝડપી લીધા હતા. આ દરોડામાં દિનેશ પરબત પરમાર અને હસમુખ નથુ પરમાર નામના બે શખ્સો ફરાર જાહેર થયા છે.
દ્વારકાના ફૂલવાડી વિસ્તારમાંથી પોલીસે કનૈયાભા કાયાભા કેર, રાજુ ભીખુ ત્રિવેદી, હનીફ હુસેન મોદી, કનુભા ટપુભા સુમણીયા, ઇલેખાન દિલાવરખાન પઠાણ, સાબીરખાન અશરફખાન પઠાણ, વનરાજભા બુધાભા સુમણીયા, થાર્યાભા ભીખુભા નયાણી અને સિરાજખાન સબાજીખાન પઠાણ નામના નવ શખ્સોને રૂપિયા 15,590 ના મુદ્દામાં સાથે ઝડપી લેવામાં આવ્યા હતા.
ખંભાળિયા તાલુકાના કોઠા વિસોત્રી ગામેથી પોલીસે ગિરીશ કારા ભાટુ, રામ પરબત નંદાણીયા, પ્રવીણ માલદે નંદાણીયા, દવુ વજા ગોજીયા, નગા મુરુ બંધીયા, વરવા અરજણ નંદાણીયા અને દેવશી માલદે ગોજીયાને સલાયા મરીન પોલીસે ઝડપી લઇ, રૂપિયા 11,250 નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે.
કલ્યાણપુર તાલુકાના મેવાસા ગામેથી સલીમ નથુ બ્લોચ, દેવાત ભીખા વરવારીયા, દેશુર કરસન આહીર, અરસી દેશુર કરમુર અને મેરુ ધાના વરવારીયા નામના પાંચ શખ્સો રૂપિયા 11,120 ના મુદ્દામાલ સાથે જ્યારે ભાટીયા ગામેથી અશોક જેઠા મકવાણા, ત્રિકમ ખેલા મકવાણા, વીરા પાલા મકવાણા, પેથા રૂપા મકવાણા અને દિનેશ જેઠા પરમાર નામના ચાર પોલીસે રૂપિયા 4,120 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
કલ્યાણપુર તાલુકાના ભોપાલકા ગામે પોલીસે જુગાર દરોડો પાડી, શાંતુભા મનુભા જાડેજા, દિલીપસિંહ બાપુજી જાડેજા, વાસુદેવસિંહ અભેરાજસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ ટમુભા જાડેજા, મનહરસિંહ મંગળસિંહ જાડેજા અને પ્રતાપસિંહ ભીખુભા જાડેજા નામના છ શખ્સોને રૂપિયા 12,300 ના મુદ્દામાલ સાથે જ્યારે અન્ય એક દરોડામાં મહાવીરસિંહ ભીખુભા જાડેજા, કુલદીપસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા, ચંદ્રસિંહ કનુભા જાડેજા, હેમતસિંહ દિલાવરસિંહ જાડેજા અને શક્તિસિંહ કેશુભા જાડેજા નામના પાંચ શખ્સોને રૂપિયા 10,950 ના મુદ્દામાલ સાથે પોલીસે દબોચી લીધા હતા.