Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરરણજીતનગર જૂના હુડકામાંથી એસઓજીએ 468 નંગ નશાકારક કેફી પીણાની બોટલો ઝડપી

રણજીતનગર જૂના હુડકામાંથી એસઓજીએ 468 નંગ નશાકારક કેફી પીણાની બોટલો ઝડપી

- Advertisement -

જામનગર શહેરના રણજીતનગર જૂનો હુડકો વિસ્તારમાંથી એસઓજી પોલીસે 468 નંગ નશાકારક કેફી પીણાની બોટલો ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના રણજીતનગર જુનો હુડકો ઘર નં.1157 માં રહેતાં નરેન્દ્ર આસનદાસ કટારમલ પોતાના રહેણાંક મકાનમાં નશાકારક કેફી પીણુ રાખી વેચાણ કરતો હોવાની એસઓજીના હેકો રમેશભાઈ ચાવડા, મયુદ્દીનભાઈ સૈયદ તથા અરજણભાઈ કોડીયાતરને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના અને એસઓજીના પીઆઈ બી.એન.ચૌધરી તથા પીએસઆઈ જે.ડી. પરમાર સહિતના સ્ટાફ દ્વારા રેઈડ દરમિયાન રૂા.18000 ની કિંમતની જઞગગઈંગઉછઅ ની 120 નંગ બોટલો, રૂા.18000 ની કિંમતની ઊંઅક ખઊૠઇંઅજટઅ 120 નંગ બોટલો તથા રૂા.34200 ની કિંમતની જઝઘગઅછઈંજઇંઝઇંઅ ની 228 નંગ બોટલો સહિત કુલ રૂા.70200 ની કિંમતની 468 નંગ બોટલોનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular