Tuesday, September 17, 2024
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લામાં સાત જૂગાર દરોડામાં 30 મહિલા સહિત 46 ખેલંદાઓ ઝડપાયા

જામનગર જિલ્લામાં સાત જૂગાર દરોડામાં 30 મહિલા સહિત 46 ખેલંદાઓ ઝડપાયા

- Advertisement -

જૂગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો, જામનગરના મયુરનગર શેરી નં.3 અયપ્પા મંદિર વાળી શેરીમાંથી પોલીસે જૂગાર રમાતા સ્થળેથી આઠ મહિલાઓને રૂા.24,750 ની રોકડ તથા ગંજીપના સાથે ઝડપી લઇ તેમની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

બીજો દરોડો, જામનગરના લાલપુર તાલુકાના ગોદાવરી ગામમાંથી પોલીસે તીનપતિનો જૂગાર રમાતા સ્થળે દરોડા દરમિયાન 10 મહિલાઓને ઝડપી લઇ રૂા.14,930 ની રોકડ તથા ગંજીપનાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ત્રીજો દરોડો, જામનગરના નવાગામ ઘેડ મધુરમ રેસીડેન્સી સોસાયટીમાંથી પોલીસે તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે દરોડા દરમિયાન સાત મહિલાઓને રોકડ રકમ રૂા.11,640 અને ગંજીપના સાથે ઝડપી લઇ તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

ચોથો દરોડો, ધ્રોલ તાલુકાના ખારવા ગામમાં બાવળની ઝાડીઓમાં જાહેરમાં જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા દરમિયાન રાજુ સગરામ સોલંકી, દલસુખ ઉર્ફે દલો ઠાકરશી રાઠોડ, રાજુ દલસુખ ઉર્ફે દલો રાઠોડ, મહેન્દ્ર દલસુખ ઉર્ફે દલો રાઠોડ નામના ચાર શખ્સોને રૂા.6280 ની રોકડ રકમ તથા ગંજીપના સાથે દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પાંચમો દરોડો, લાલપુર તાલુકાના અપીયા ગામમાં નદીના સામા કાંઠે જાહેરમાં જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા દરમિયાન પરબત ઉકા રાઠોડ, નથુભા અજા જોગલ, રમેશ ડાયા પરમાર, રમણિક માધવદાસ નિમાવત ગોવા આલા પરમાર અને અરજણ લખુ નંદાણિયા નામના છ શખ્સોને રૂા.2630 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

છઠો દરોડો, જામજોધપુર તાલુકાના સતાપર ગામમાં નદી પાસે પાણીના ટાંકા નજીક જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા હોવાની મળેલી બાતમીના આધારે પોલીસે દરોડા દરમિયાન ધીર કચરા કુડેચા, હરસુખ કરમણ ડાભી, મનસુખ હમીર કુડેચા, કિશન રવજી ગુજરાતી, ભોવાન વેલજી ગુજરાતી નામના પાંચ શખ્સોને રૂા.3750 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

સાતમો દરોડો, જામનગરના ગોકુલનગર વિસ્તારમાં આવેલા શિવનગરમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતી પાંચ મહિલા અને અરવિંદ કરણા ચાવડા નામના શખ્સને રૂા.18,160 ની રોકડ તથ ગંજીપના સાથે ઝડપી લઇ તેમની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular