Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેર જિલ્લામાં પાંચ મહિલા સહિત 45 ખેલંદાઓ ઝડપાયા

જામનગર શહેર જિલ્લામાં પાંચ મહિલા સહિત 45 ખેલંદાઓ ઝડપાયા

- Advertisement -

જુગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડોજોડિયા તાલુકાના તારાણા ગામમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમતાં સ્થળે સ્થાનીક પોલીસે રેઇડ દરમ્યાન જગુભા વેરૂભા જાડેજા, અશોક મેસુર બસીયા, જીતેન્દ્રસિંહ અનોપસિંહ જાડેજા, મોહનસિંહ ઉર્ફે હકુભા ગગુભા જાડેજા, ભુપતસિંહ ઉર્ફે ભુપેન્દ્રસિંહ નવલસિંહ જાડેજા, હનુભા દેવુભા જાડેજા, રાજેન્દ્રસિંહ ઉર્ફે બાબભા ભુરૂભા જાડેજા, શકિતસિંહ નાથુભા જાડેજા, મહેશ મોહન વાઘેલા, પ્રવીણ દેવશી જાદવ, રાજેશ ભાલા જાદવ સહિતના 11 શખ્સોને રૂા.71,290ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

બીજો દરોડો જામનગર શહેરમાં મહાપ્રભુજીની બેઠક નજીકના વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતાં રમેશ જેઠા ગોહિલ, માધા હમીર ગોહિલ, મયુર કરસન પરમાર સહિતના ત્રણ શખ્સોને પોલીસે રેઇડ દરમ્યાન રૂા.15,300ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

ત્રીજો દરોડોજામનગર તાલુકાના તમાચણ ગામમાં આવેલી પંચાયત ઓફિસની સામે જાહેરમાં તીનપતીનો જુગાર રમતાં કરણ રમેશ લોખીલ, ઘેલા સોડા ટોયટા, હેમંત ચના લોખીલ, હિતેશ ઉર્ફે કાનો દાના ડાંગર, તખરસિંગ ઉર્ફે કમલો શંકર વાસકેલા, રાજેન્દ્રસિંહ સવુભા પરમાર સહિતના છ શખ્સોને પંચ-એ પોલીસે રેઇડ દરમ્યાન રૂા.12,970ની રોકડ સાથે ઝડપી લીધા હતાં. ચોથો દરોડો જામનગર શહેરનાં ઢીંચડા રોડ પર આવેલા સેનાનગરમાંથી તીનપતીનો જુગાર રમતાં પાંચ મહિલાઓને પોલીસે રૂા.11,100ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

- Advertisement -

પાંચમો દરોડો જામનગર તાલુકાના નાની બાણુગર ગામના પાટીયા પાસે ગંજીપના વડે જુગાર રમતાં દિપક માવજી પારિયા, મહેશ કારા પારિયા, જીતેન નરેશ પારિયા, મોહન અશ્ર્વિન જાદવ, જીતેશકુમાર અમૃતલાલ મકવાણા, હરજીવન કરસન પરમાર સહિતના 6 શખ્સોને પંચ-એ પોલીસે રૂા.6,700ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.
છઠ્ઠો દરોડો જામજોધપુર તાલુકાના વસંતપુર ગામમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમતાં છગન વીરા મકવાણા, મહેશ ઉર્ફે મહેલો દેવા ખાણીયા, અજીત કાના મકવાણા, નરેન્દ્ર ઉર્ફે વિપુલ ચંદુ મકવાણા, રવજી ઉર્ફે ઘેલો પલા વાઘ નામના પાંચ શખ્સોને જામજોધપુર પોલીસે રેઇડ દરમ્યાન રૂા.5,950ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

સાતમો દરોડો જામનગર જિલ્લાના મોટી ખાવડી ગામમાં લીમડાના ઝાડ નીચે તીનપતીનો જુગાર રમતાં મનસુખ નારણ ભરાડા, કારૂભા નટુભા જાડેજા, જયદેવસિંહ મહોબતસિંહ ચુડાસમા, સુખદેવ નારણ ભરાડા, દિપક લક્ષ્મીચંદ શાહ, પ્રતાપસિંહ ભીખુભા જેઠવા સહિતના 6 શખ્સોને મેઘપર પોલીસે રેઇડ દરમ્યાન રૂા.4,610ની રોકડ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આઠમો દરોડો જામજોધપુર તાલુકા કડબાલ ગામમાં જાહેરમાં જુગાર રમતાં વેજા નાથા રાઠોડ, અનીલ કાના, ભગવાનજી સોમા રાઠોડ નામના ત્રણ શખ્સોને શેઠવડાણા પોલીસે રૂા.1190ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular