Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લામાંથી નવ જૂગાર દરોડામાં 43 શખ્સો ઝડપાયા

જામનગર જિલ્લામાંથી નવ જૂગાર દરોડામાં 43 શખ્સો ઝડપાયા

પોલીસે બાઈક અનેે મોબાઇલ સહિત કુલ દોઢ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

- Advertisement -

જામનગર જિલ્લા પોલીસ દ્વારા જૂગાર રમતા શખ્સોને ઝડપી પાડવા માટે રોજે વિવિધ જગ્યાએ કાર્યવાહી કરવામાં આવે છે. ગઈકાલના રોજ પોલીસે જામજોધપુર તાલુકાના ગોપ ગામના પાટીયા પાસેના વિસ્તારમાંથી દરોડા દરમિયાન તીનપતિનો જૂગાર રમતા ચાર શખ્સોને રૂા.15800 ની રોકડ અને ત્રણ મોબાઇલ ફોન તથા બે બાઈક મળી કુલ રૂા.57,800 ના મુદામાલ સાથે ઝડપી લઇ વધુ કાર્યવાહી હાથ ધરી હતી. કાલાવડના કુંભનાથપરા વિસ્તારમાંથી પોલીસે દરોડા દરમિયાન તીનપતિનો જૂગાર રમતા છ શખ્સોને રૂા.22,840 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. કાલાવડ તાલુકાના મેટીયા ગામ નજીકથી જાહેરમાં જૂગાર રમતા પાંચ શખ્સોને ઝડપી લઇ રૂા.21,310 નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગરના શંકરટેકરી વિસ્તારમાંથી રેઈડ દરમિયાન તીનપતિનો જૂગાર રમી રહેલા ચાર શખ્સોને ઝડપી લઇ તેના કબ્જામાંથી રૂા. 13,740 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. શેઠવડાળા ગામેથી આંબરડી ગામ તરફ જવાના માર્ગ પર તીનપતિનો જૂગાર રમતા છ શખ્સોને ઝડપી લઇ તેની કબ્જામાંથી રૂા.11,790 નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

જામનગરના ભીમવાસ વિસ્તારમાંથી પોલીસે રેઈડ દરમિયાન તીનપતિનો જૂગાર રમતા 10 શખ્સોને ઝડપી લઇ રૂા.10,160 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. કાલાવડ ગામમાં કૈલાશનગર વિસ્તારમાં તીનપતિનો જૂગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન ત્રણ શખ્સોને રૂા.4760 ના મુદદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગર તાલુકાના સીક્કામાં તીનપતિનો જૂગાર રમતા પાંચ શખ્સોને રૂા.3,320 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જૂગારદરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો, જામજોધપુર તાલુકાના ગોપ ગામના પાટીયા પાસેના વિસ્તારમાં પોલીસે દરોડા દરમિયાન તીનપતિનો જૂગાર રમતા નરોતમ માવજી જોશી, મુકેશ પુંજા વાઢીયા, ખીમા મારખી ડાંગર અનેચના મુરૂ ખવા નામના ચાર શખ્સોને રૂા.15,800 ની રોકડ રકમ, રૂા. 4000 ની કિંમતના ત્રણ મોબાઇલ અને રૂા.38,000 ની કિંમતના બે બાઈક મળી કુલ રૂા.57,800 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો દરોડો કાલાવડના કુંભનાથપરા ઈદમસ્જિદ પાસેના વિસ્તારમાં જૂગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન જીજ્ઞેશ નાનજી સાડમીયા, ધીરુ મચ્છા લાંબરિયા, મયુર મના માટીયા, ઉમેશ મચ્છા લાંબરિયા, ભાવેશ સંગ્રામ રાતડિયા અને ગોરધન બોઘા ધ્રાંગિયા નામના છ શખ્સોને રૂા.22,840 ની રોકડ તથા ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ત્રીજો દરોડો, કાલાવડ તાલુકાના મેટીયા ગામ તરફના માર્ગ પર જાહેરમાં સ્ટ્રીટલાઈટના અંજવાળે જૂગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન મોહન નાનજી મકવાણા, વિજય જીવા સોલંકી, મનસુખ વીરા બોસીયા, સુનિલ જીવા સોલંકી અને અનિલ બાબુ ચાવડા નામના પાંચ શખ્સોને રૂા.19,810 ની રોકડ અને 1500 ની કિંમતનો એક મોબાઇલ મળી કુલ રૂા.21,310 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ચોથો દરોડો, જામનગર શહેરના શંકરટેકરી સુભાષપરા શેરી નં.1 વિસ્તારમાં સ્ટ્રીટલાઈટના અંજવાળે તીનપતિનો જૂગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન જયરાજસિંહ સુરુભા જાડેજા, શકિતસિંહ વિજયસિંહ વાઢેર, જયેશ લક્ષ્મણ પીલ્લઇ, કમલેશ ગીરીશ ચૌહાણ નામના ચાર શખ્સોને રૂા.13,740 ની રોકડ રકમ અને ગંજીપના કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પાંચમો દરોડો, શેઠવડાળા ગામથી જામ આંબરડી ગામ જતા માર્ગ પર વાડી વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે રેઈડ દરમિયાન તીનપતિનો જૂગાર રમતા સામત રામા પરમાર, જયેશ ભુપત વિછાણી, ભુપત હકા પાટડીયા, રાજુ મગન સીતાપરા, રાજેશ ગોગન પાટડિયા અને વિજય પરબત મારૂ નામના છ શખ્સોને રૂા.11790 ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

છઠો દરોડો, જામનગર શહેરના ભીમવાસ શેરી નં.3 પાસે જાહેરમાં સ્ટ્રીટલાઈટના અંજવાળે જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા દરમિયાન તીનપતિ રમતા મીતલકુમાર ઉર્ફે મીત કિશોર ચૌહાણ, દિનેશ ઉર્ફે દીનિયો દેવજી ગોહિલ, રવજી રુડા ખીમસુરિયા, અશ્ર્વિન કિશોર રાઠોડ, પ્રકાશ ઉર્ફે પકો તેજા રાઠોડ, અશોક કારા ભાંભી, સુરેશ ઉર્ફે સુરો રવજી ચૌહાણ, વીરજી ઉર્ફે ડીદુ રુડા ખીમસુરિયા, નરેન્દ્ર મહેન્દ્ર ગોહિલ અને પરેશ કિશોર ચૌહાણ નામના 10 શખ્સોને રૂા.10,160 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ વધુ કાર્યવાહી હાથ ધરી હતી. સાતમો દરોડો, કાલાવડ ગામમાં કૈલાશનગરમાં મોમાઈ માતાજીના મંદિર નજીકથી પોલીસે બાતમીના આધારે દરોડા દરમિયાન હરેશ ખીમજી સાગઠીયા, વિપુલ રાજા વઘેરા અને વિજય હમીર સાગઠીયા નામના ત્રણ શખ્સોને રૂા.4760 ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આઠમો દરોડો, જામનગર તાલુકાના સીક્કામાં કારાભુંગા આંબેડકર ચોક પાસે જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અંજવાળે તીનપતિનો જૂગાર રમી પૈસાની હાર-જીત કરતા અરવિંદ માધા પરમાર, કાંતિ મોહન અલગોતર, સાગર ડાયા ડાભી, સમીર તાલબ ચામડિયા અને વિનોદ રતીલાલ પરમાર નામના પાંચ શખ્સોને દરોડા દરમિયાન રૂા.3320 ની રોકડ સાથે ઝડપી લઇ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

સ્ટ્રીટલાઈટના અંજવાળે જૂગાર રમતા જામ્યુકોનો કર્મચારી પણ ઝપટે ચડયો

જામનગર શહેર પોલીસ ગત રાત્રીના રોજ ચેકિંગમાં હતી તે દરમિયાન હર્ષદમિલની ચાલી, મહાવીરનગરમાં જામનગર મહાનગર પાલિકામાં નોકરી કરતા કર્મચારી સહીત ચાર શખ્સો સ્ટ્રીટલાઈટના અંજવાળે જુગાર રમી રહ્યા હતા તે દરમિયાન પોલીસે તમામની ધરપકડ કરી રૂ.5400નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જામનગરના હર્ષદમિલની ચાલી, પટેલનગર શેરી નં-1માં ગઈકાલના રોજ રાત્રીના એક વાગ્યાના અરસામાં સ્ટ્રીટલાઈટના અંજવાળે જુગાર રમતા ચાર શખ્સો જેમાં જામનગર મહાનરપાલિકામાં નોકરી કરતા વિલસનભાઈ ભગવાનજીભાઈ ઢાકેચા, દીપેશભાઈ હરીશભાઈ ઝાલા, કારૂભાઈ ધનજીભાઈ વાઘેલા, ભાવિનભાઈ મહેશભાઈ યાદવની સીટી એ ડીવીઝન પોલીસે ધરપકડ કરી રૂ.5400ની રોકડ કબજે કરી તમામ વિરુધ જુગારધારાની કલમ 12 મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular