જામનગર શહેરના યાદવનગર વિસ્તારમાં રહેતાં શખ્સના રહેણાંક મકાનમાંથી એલસીબીની ટીમે મળેલી બાતમીના આધારે રેઈડ દરમિયાન 492 બોટલ ઈંગ્લીશ દારૂ અને મોબાઇલ ફોન સહિત રૂા.3.46 લાખના મુદ્દામાલ સાથે દબોચી લઇ પૂછપરછ હાથ ધરતા અન્ય ચાર શખ્સોની સંડોવણી ખુલ્લી હતી.
દરોડાની વિગત મુજબ, જામગનર શહેરના મહાદેવનગર સાત નાલા પાસે આવેલા યાદવનગરમાં રહેતાં પિયુષ ગોવિંદ ડેર (ઉ.વ.26) નામના શખ્સના મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો હોવાની એલસીબીના અરજણભાઈ કોડિયાતર, મયુદીનભાઈ સૈયદ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, સુમિતભાઈ શિયારને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઇ વી.એમ. લગારીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી એન મોરી, પીએસઆઈ સી.એમ. કાંટેલિયા તથા હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવડિયા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડિયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, ભરતભાઈ ડાંગર, ઘનશ્યામભાઈ ડેરવાડિયા, સુમિતભાઇ શિયાર, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, સુરેશભાઈ માલકિયા, ભારતીબેન ડાંગર, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના સ્ટાફે રેઈડ કરી હતી.
રેઈડ દરમિયાન એલસીબીની ટીમે મકાનમાં તલાસી લેતા રૂા.3,41,064ની કિંમતની ઈંગ્લીશ દારૂની 492 બોટલ મળી આવતા પોલીસે રૂા.5000 ની કિંમતનો મોબાઇલ ફોન મળી કુલ રૂા.3,46,064 ના મુદ્દામાલ સાથે પિયુર ડેરની ધરપકડ કરી હતી અને પૂછપરછ હાથ ધરતા આ દારૂના જથ્થામાં જામનગરના મયુર કરશન ભાટીયા સાથે મળીને વેંચાણ માટે દારૂ મંગાવ્યો હતો. તેમજ દારૂનો જથ્થો રાખવા માટે જીવા ગઢવી, રણજીતસિંહ પ્રભાતસિંહ સોઢાનું મકાન ભાડે રાખવામાં આવ્યું હતું. તેમજ દારૂનો જથ્થો વેંચાણ કરનાર લાખા દલુ ગઢવી નામના શખ્સોની સંડોવણી ખુલ્લી હતી જેના આધારે એલસીબીની ટીમે પાંચ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી ચાર શખ્સોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
જામનગર શહેરમાં રહેણાંક મકાનમાંથી 41 પેટી ઈંગ્લીશ દારૂ ઝડપાયો
એલસીબીની ટીમે 492 બોટલ સાથે શખ્સને દબોચ્યો : મકાન ભાડે આપનાર તથા દારૂ મંગાવનાર અને વેંચાણ કરનારના નામ ખુલ્યા : પાંચ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી