Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરચેક રીટર્નના બે અલગ અલગ કેસમાં 4 વર્ષની સજા અને ડબલ રકમનો...

ચેક રીટર્નના બે અલગ અલગ કેસમાં 4 વર્ષની સજા અને ડબલ રકમનો દંડ

- Advertisement -

જામનગરના ભુપેશ મિઠુભાઈ બોડા ત્યા આરોપી શિવમ મોટર્સના માલીક અને સંચાલક મુકેશભાઈ બી. ચાંદલીયા વચ્ચે મિત્રતાનો સંબંધ હોય, આરોપી મુકેશભાઈને ધંધાના કામે નાણાની જરૂરીયાત હોવાથી ફરીયાદી ભુપેશ બોડાએ આરોપીને રૂા.4,50,000 હાથ ઉછીના આવ્યા હતાં. જેની ચુકવણી પેટે આરોપીએ બે અલગ અલગ ચેક તેમની પેઢી શિવમ મોટર્સનો ચેક રૂા.1,50,000 ત્યા રૂા.3,00,000 આપ્યા હતાં. ફ2ીયાદીએ મુદત તારીખે ચેક ખાતામાં ભરણા માટે મોકલતા ચેક અપુરતા ભંડોળના શેરાથી પરત કર્યા હતો જેથી ફરીયાદીએ આરોપીને નોટીસ મોકલેલ જે નોટીસનો આરોપીએ અસ્વીકાર કર્યો, આમ, ફ2ીયાદીને પોતાની કાયદેસ2ની લેન્ની રમની પરત ચુકવણી માટેનો ચેક આપેલ હતો તે પરત ફરેલ નોટીસનો પણ આરોપીએ અસ્વીકાર કર્યો હતો જેથી અદાલત સમક્ષ ફરીયાદ દાખલ કરેલ, આ કેશ ચાલી જતાં ફરીયાદી તરફે વિસ્તુત દલીલો કરવામાં આવેલ તમામ ધ્યાને થઈ અને નામ. અદાલતે આરોપીને 4 વર્ષની સજા અને ચેકની 2કમથી ડબલ રકમ રૂા.9,00,000 ફરીયાદીને વળતર પેટે ચુકવવાનો હુકમ કર્યો છે. આ કેશમાં ફરીયાદી તરફે વકીલ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય.જાની, હરદેવસીહ આર.ગોહીલ તથા 2જનીકાંત આર.નાખવા રોકાયેલા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular