ખેડા જિલ્લાના મહુધા વિસ્તારમાં આજે વહેલી સવારે થયેલા અકસ્માતમાં 4 લોકોના મૃત્યુ નીપજ્યા છે. મહીસાગર જિલ્લાના સંતરામપુરના પરિવારના 6લોકો ઇકો કાર લઈનેઆણંદના મલાતજ ગામે મેલડી માતાજીનાં દર્શન કરવા જઇ રહ્યા હતા ત્યારેઅજાણ્યા ટ્રેલરે ઈકો કારને ટક્કર મારતાં ઈકો કાર પલટી ખાઈ જતા 4લોકોના દર્દનાક મૃત્યુ થયા છે.
ખેડા જીલ્લાના મંગળપુર પાટીયા પાસે એક ઇકો કાર (નં. GJ-17-AH-0158) નડિયાદ તરફ જઈ રહી હતી ત્યારે સામેથી પૂરપાટે આવતા અજાણ્યા ટ્રેલરે ઉપરોક્ત કારને ટક્કર મારતા કાર પલટી ખાઈ ગઈ હતી. કારમાં સવાર 6લોકો પૈકી 1વ્યક્તિનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું ત્યારે અન્ય 5વ્યક્તિને નડિયાદની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવતા બે ના મૃત્યુ નીપજ્યા છે. અને વધુ સારવાર અર્થે એક ઈજાગ્રસ્તને અમદાવાદની સિવિલમાં ખસેડવામાં આવતા તેનું પણ મૃત્યુ થયું છે. હાલ કારચાલક અને અન્ય એક વ્યક્તિ નડિયાદ સિવિલમાં સારવાર લઈ રહ્યા છે.
તમામ લોકો મંગળવાર ભરવા સંતરામપુરથી નીકળી આણંદના મલાતજ ગામે આવેલાં મેલડી માતાજીનાં દર્શને જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત થયો હતો જેમાં સુરેશભાઈ અંબાલાલ ભોઈ, સંજયભાઈ અરજણભાઈ બારૈયા, રાજુભાઈ શનાભાઈ ભોઈ, સંજયભાઈ દિલીપભાઈ ભોઈનું મૃત્યુ થયું છે.