રાજ્યના મોટા ભાગના જીલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે બનાસકાંઠાના પાલનપુરમાં ભારે વરસાદના પરિણામે લડબી નદી પરનો કોઝ વે તૂટી પડતા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. આજે વહેલી સવારે પાલનપુરમાં ત્રણ કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે.
ભારે વરસાદના પરિણામે ધાનેરા, ડીસા, વડગામ અને દાંતા પંથકમાં એકથી બે ઇંચ જેટલો વરસાદ થતાં સર્વત્ર પાણી પાણી થઇ ગયું હતું. નીચાણવાળા વાળા વિસ્તારોમાં લોકોના ઘરમાં પાણી ઘુસ્યા હતા. ત્યારે લડબી નદી પરનો કોઝ વે તૂટી પડતા તંત્રની કમગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. આજે વહેલી સવારેથી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. પાલનપુરમાં સતત વરસાદ રહેતા ત્રણ કલાકમાં ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.