રાજ્યભરમાં દારુ ઉપરાંત અન્ય નશાકારક દ્રવ્યો મળી આવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. સુરતમાં રેલ્વે સ્ટેશન પરથી આજે રોજ 20 લાખની કિંમતના 202 કિલો ગાંજા સાથે બે વિદ્યાર્થી સહીત ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. ગાંજાનો જથ્થો ઓડિશાથી સુરત ટ્રેન મારફતે લવાય રહ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.હજુ બે દિવસ પૂર્વે રેલ્વે સ્ટેશન સામેથી 19લાખના MD ડ્રગ્સ સાથે એક મહિલા ઝડપાયી હતી.
સુરત રેલ્વે સ્ટેશન પરથી NDP સ્કવોડે મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. રેલ્વે સ્ટેશન પરથી 202 કિલો ગાંજા સાથે બે વિદ્યાર્થીઓ સહીત ચાર શખ્સોની ધરપકડ કરી લેવામાં આવી છે. આ જથ્થો ઓડીશાથી ટ્રેન મારફતે લાવવામાં આવ્યો હતો. ગાંજાનો જથ્થો પ્લેટફોર્મ નંબર 1 પરથી ઝડપાયો છે. આ ગાંજાનો જથ્થો ક્યાં પહોચાડવાનો હોય તે હજુ સુધી સામે આવ્યું નથી. 20 લાખથી વધુની કિંમતના ગાંજા સાથે વજનદાર કોથળા સાથે અજય અપલ જૈન નામનો વિદ્યાર્થી, સુર્યનારાયણ ઉર્ફે સમીર રમેશચંદ્ર શાહુ (ઉ.વ.20 ) નામનો વિદ્યાર્થી તથા પીન્ટુ બિબાધરા તથા હરા જોગીન્દર શાહું (ઉ.વ.22) નામના ઓરિસ્સાના ચાર શખ્સો ગાંજાના જથ્થા સાથે ઝડપાયા છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.