જામમનગર શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતાં 39 આસામીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે આવા આસામીઓ પાસેથી રૂા. 18300નો દંડ પણ વસુલવામાં આવ્યો છે. જામ્યુકોના સેનેટરી ઇન્સ્પેટકરોની ચાર ટુકડીઓ દ્વારા શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક અંગે તપાસ કરી કાર્યવાહી કરવામાં આવી હતી.
જામનગર મહાનગરપાલિકા દ્વારા જે અનુસંધાને ગત વીકમાં 39 આસામીઓ પાસેથી રૂા.18,300 નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે. તેમજ ર6 કિલો જેટલું પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવેલ છે. આ ઝુંબેશ અવિરત ચાલુ રહેવાની હોય, જામનગર મહાનગરપાલિકા ધ્વારા દરેક દુકાનધારકો, વેપારીઓને પ્રતિબંધિત પ્લાસ્ટિક ઉપયોગ ન કરવા અનુરોધ કરવામાં આવે છે.